Breaking

यमन ने सऊदी अरब के सामने रखी अजीब शर्त, यमनियों की जाल में फंसा रियाज़...

Monday, 10 February 2025

લિબિયામાં બોટ પલટી, 65 મુસાફરોના મોત, મોટાભાગના પાકિસ્તાની હોવાની આશંકા

લિબિયામાં બોટ પલટી, 65 મુસાફરોના મોત, મોટાભાગના પાકિસ્તાની હોવાની આશંકા
લિબિયાના દરિયાકાંઠે ઓછામાં ઓછા 65 મુસાફરો ભરેલી એક બોટ પલટી ગઈ છે, જેમાં મોટાભાગના મુસાફરો પાકિસ્તાની હોવાના અહેવાલો સામે આવ્યા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલય (MOFA) એ સોમવારે ઈસ્લામાબાદમાં આ માહિતી આપી છે.

પાકિસ્તાન દૂતાવાસે શું કહ્યું

વિદેશ કાર્યાલયે જારી કરેલા સત્તાવાર નિવેદનમાં જણાવાયું છે કે, ‘ત્રિપોલીમાં અમારા દૂતાવાસે માહિતી આપી છે કે, લિબિયાના શહેર ઝાવિયાના ઉત્તર-પશ્ચિમમાં માર્સા ડેલા બંદર પાસે અંદાજે 65 મુસાફરો ભરેલી એક બોટ પલટી ગઈ છે. પાકિસ્તાન દૂતાવાસે મૃતકોની ઓળખ કરવા સ્થાનિક અધિકારીઓને મદદ કરવા માટે ત્રિપોલીમાં એક ટીમ મોકલી છે, દૂતાવાસ પાકિસ્તાની પીડિતો વિશે વિગતવાર માહિતી મેળવવાનો પ્રયાસ કરી રહ્યું છે.’

પાકિસ્તાનના PMનો આદેશ - માનવ તસ્કરો-એજન્ડો વિરુદ્ધ કાર્યવાહી કરો

બોટ પલટી જવાની ઘટના બાદ પાકિસ્તાન સરકારે માનવ તસ્કરો અને એજન્ટો વિરુદ્ધ મોટી કાર્યવાહી શરૂ કરી દીધી છે. વડાપ્રધાન શાહબાઝ શરીફની આગેવાની હેઠળની સરકારે અધિકારીઓને સંડોવાયેલા ગુનેગારો અને દેશમાંથી લોકોના ગેરકાયદે મોકલવાની સુવિધા આપનારાઓ સામે તાત્કાલિક અને કડક પગલાં ભરવાનો આદેશ આપ્યો છે. ફેબ્રુઆરી 2025માં માનવ તસ્કરીમાં સંડોવણી બદલ ફેડરલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (FIA)ના 35 અધિકારીઓને પાકિસ્તાની એરપોર્ટ પરથી સસ્પેન્ડ કરાયા હતા.

જાન્યુઆરીમાં પણ બોટ પલટી હતી, 50ના થયા હતા મોત

વિદેશ કાર્યાલયે 65 મુસાફરોમાં પાકિસ્તાની નાગરિકોની કુલ સંખ્યાની પુષ્ટિ કરી નથી. કાર્યાલયે કહ્યું કે, અમે મુસાફરોની રાષ્ટ્રીયતાની ઓળખ કરવા માટે લિબિયાનાં સત્તાવાળાઓ સાથે કામ કરી રહ્યા છીએ. આ પહેલા જાન્યુઆરી 2025માં આવી ઘટના બની હતી, જેમાં 66 પાકિસ્તાની નાગરિકો સહિત 86 મુસાફરોને લઈને જતી બોટ મોરોક્કો નજીક પલટી ગઈ હતી. તેમાં માત્ર 36 લોકોને જ બચાવી શકાયા હતા. આ ઘટનામાં 50 મુસાફરોના મોત થયા હતા.