Breaking

यमन ने सऊदी अरब के सामने रखी अजीब शर्त, यमनियों की जाल में फंसा रियाज़...

Saturday, 22 February 2025

ભાજપના પૂર્વ સાંસદ દીનુ સોલંકી અને ગીર સોમનાથના કલેક્ટર 'ગેરકાયદે બાંધકામ' મુદ્દે સામસામે કેમ આવી ગયા?

ભાજપના પૂર્વ સાંસદ દીનુ સોલંકી અને ગીર સોમનાથના કલેક્ટર 'ગેરકાયદે બાંધકામ' મુદ્દે સામસામે કેમ આવી ગયા?
ગુજરાતના પૂર્વ સાંસદ દીનુ સોલંકીએ ગીર સોમનાથ કલેક્ટર દિગ્વિજયસિંહ સામે ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા છે. તેમણે દિગ્વિજયસિંહના રાજકોટમાં આવેલાં ફાર્મહાઉસમાં 'બાંધકામના નિયમો'નું પાલન કરવામાં આવતું ન હોવાના પણ આક્ષેપ કર્યા છે.

દીનુ સોલંકીએ આ આક્ષેપ સાથે રાજકોટ કલેક્ટરને આવેદનપત્ર પણ આપ્યું છે.

જોકે કલેક્ટર દિગ્વિજયસિંહે પૂર્વ સંસદસભ્ય દીનુ સોલંકીના આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા હતા. કલેકટરનો આક્ષેપ છે કે દીનુ સોલંકી તેમને 'દબાવવા' માટે તેમની સામે આક્ષેપ કરી રહ્યા છે.

આક્ષેપ પ્રતિઆક્ષેપ વચ્ચે શુક્રવારે કલેક્ટરના આદેશથી કોડીનાર હાઇવે પર દીનુ સોલંકીએ કરેલા "બાંધકામને ગેરકાયેદસર" ગણીને તોડવામાં આવ્યું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામ બાદ જીતના સરઘસમાં પણ દીનુ સોલંકીએ ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટર સામે ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા હતા.

દીનુ સોલંકીએ રાજકોટ કલેક્ટરને આપેલા આવેદનપત્રમાં આક્ષેપ કર્યો હતો કે રાજકોટમાં ન્યારી કૅનાલ પાસે આવેલા દિગ્વિજયસિંહનું ફાર્મહાઉસ 'ગેરકાયદેસર છે' અને તેની તપાસની પણ માગ કરી હતી.

આવક કરતા વધુ  સંપત્તિ ના માલિક છે કલેકટર અંદાજે 100 કરોડ ની સંપત્તિ ના છે માલિક!!!

દીનુ સોલંકી અને કલેક્ટરે કેવા સામસામે આક્ષેપો કર્યા?
દીનું સોલંકી રાજકોટના કલેક્ટર પ્રભાવ જોશીને આવેદનપત્ર આપતી વેળાએ

દીનુ સોલંકીએ ગુરુવારે રાજકોટ કલેક્ટરને આવેદનપત્ર આપ્યા બાદ મીડિયા સાથે વાતચીત કરી હતી.

મીડિયા સાથેની વાતચીત દરમિયાન દીનુ સોલંકીએ કલેક્ટર સામે આક્ષેપ કરતાં જણાવ્યું હતું, "ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટર દિગ્વિજયસિંહ પોતાની 'સત્તાનો દુરુપયોગ' કરીને ગીર સોમનાથ જિલ્લામાં ગરીબોનાં મકાનો, ઝૂંપડાં તોડી રહ્યા છે અને ગરીબોનાં ખેતરો ઉજાડી રહ્યાં છે."

"દિગ્વિજયસિંહ ભ્રષ્ટાચાર કરીને ગીર સોમનાથની પ્રજાને લૂંટી રહ્યા છે. અમે ઇતિહાસમાં ભણ્યા છીએ છે કે મહમદ ગઝનવી અમારા સોમનાથને લૂંટવા આવતો હતો. આ આધુનિક લાઇસન્સદાર લૂંટારા અમારા સોમનાથને લૂંટી રહ્યા છે."

તો ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટર દિગ્વિજયસિંહે જાડેજાએ દીનુ સોલંકીના આક્ષેપ પાયાવિહોણા ગણાવ્યા હતા.

દિગ્વિજયસિંહ જાડેજાએ કહ્યું હતું, "દીનુ સોલંકી સામે ગેરકાયદેસરના બાંધકામ તોડવાની કાર્યવાહી કરવામાં આવે છે. આથી, તેઓ તેમની સામે થતી કાર્યવાહી અટકાવવા માટે દબાણ લાવવા માટે મારી પણ પાયાવિહોણા આક્ષેપ કરી રહ્યા છે.