Breaking

यमन ने सऊदी अरब के सामने रखी अजीब शर्त, यमनियों की जाल में फंसा रियाज़...

Thursday, 3 April 2025

લંડનથી ભારત આવી રહેલી ફ્લાઈટમાં બે ગુજરાતી સહિત 300 ભારતીયો 16 કલાકથી તુર્કેઈમાં ફસાયા

લંડનથી ભારત આવી રહેલી ફ્લાઈટમાં બે ગુજરાતી સહિત 300 ભારતીયો 16 કલાકથી તુર્કેઈમાં ફસાયા
લંડનથી ભારત આવી રહેલી ફ્લાઈટમાં બે ગુજરાતી સહિત 300 ભારતીયો 16 કલાકથી તુર્કેઈમાં ફસાયા હોવાની માહિતી સામે આવી છે. મળતા અહેવાલો મુજબ મેડિકલ ઈમરજન્સીના કારણે વર્જિન એટલાન્ટિકની ફ્લાઈટ તુર્કેઈ એરપોર્ટ પર ઉતારાયું હતું. જોકે આ ફ્લાઈટને 12 કલાકથી વધુ સમય સુધી ત્યાં જ અટકાવી દેવામાં આવી છે. ફ્લાઈટને જવા દેવા માટે મેનેજમેન્ટે ઘણી વિનંતી કરી છે, જોકે તેમ છતાં હજુ સુધી ટેકઓફ અંગે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. આ ફ્લાઈટમાં ગુજરાતના વલસાડ જિલ્લાના પાથરી ગામાના બે વ્યક્તિઓ પણ હોવાની વિગતો સામે આવી છે.