Breaking

यमन ने सऊदी अरब के सामने रखी अजीब शर्त, यमनियों की जाल में फंसा रियाज़...

Sunday, 20 April 2025

દિલ્હીના નિર્ભયા કાંડ જેવી ઘટના ગુજરાતમાં! સુરતથી રાજકોટ આવતી તરુણી ચાલુ બસમાં પીંખાઈ ગઈ

દિલ્હીના નિર્ભયા કાંડ જેવી ઘટના ગુજરાતમાં! સુરતથી રાજકોટ આવતી તરુણી ચાલુ બસમાં પીંખાઈ ગઈ
રાજકોટમાં 0 નંબરથી ફરિયાદ નોંધી તેને સુરત મોકલવા આવી છે. સુરત મહિધરપુરા પોલીસ મથકે ફરિયાદ મોકલવામાં આવી છે.

દિલ્હીના નિર્ભયા કાંડને વર્ષો વીતી ગયા પરંતુ તે કેસની યાદ હજી લોકોને કંપાવી જાય છે. આના જેવો જ એક કિસ્સો ગુજરાતમાંથી સામે આવ્યો છે. રાજકોટની તરુણી પર ચાલુ બસના સ્લીપર કોચમાં દુષ્કર્મની ઘટના અંગેની ફરિયાદ નોંધાઈ છે. સુરતથી રાજકોટ આવી રહેલી તરુણી પર ચાલુ બસમાં દુષ્કર્મની ઘટના ઘટી છે. આ ચકચારી ઘટનામાં ગીર સોમનાથના વિજય બારડ સામે દુષ્કર્મનો આરોપ લગાવવામાં આવ્યો છે. રાજકોટમાં 0 નંબરથી ફરિયાદ નોંધી ફરિયાદ સુરત મોકલવા આવી છે. સુરત મહિધરપુરા પોલીસ મથકે ફરિયાદ મોકલવામાં આવી છે.

તરૂણીને રિપોર્ટ માટે હોસ્પિટલ મોકલાઈ

હાલ મળતી માહિતી પ્રમાણે, આ સમગ્ર ઘટનામાં પોલીસે તરૂણીનું નિવેદન લીધુ છે. સુરતની મહિધરપુરા પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. તરૂણી સુરત પહોંચી ત્યારે તેણે પોલીસને આ બાબતની જાણ કરી હતી. પોલીસે તરૂણીના શારિરીક રિપોર્ટ માટે હોસ્પિટલ મોકલી છે. તો બીજી બાજુ આરોપી હજી પોલીસ પકડમાં આવ્યો નથી.

રાજકોટ ચાલુ બસમાં દુષ્કર્મ ની ધટના આવી સામે. રાજકોટ ની તરુણી પર સ્લીપર કોચમાં દુષ્કર્મ ઘટના ચકચાર મચી
તરૂણી અને આરોપી એકબીજાને ઓળખતા હતા

ચાલુ બસમાં દુષ્કર્મની ઘટનાની પીડિતા રાજકોટ હોસ્ટેલમાં રહેતી હતી. આ દીકરી હજી યુવાન પણ થઈ ન હતી. તે સગીર હોવાની માહિતી મળી છે. આરોપી ગીર સોમનાથનો વિજય બારડ પણ રાજકોટની હોસ્ટેલમાં કામ કરતો હતો. તરૂણી અને આરોપી એકબીજાને ઓળખતા હોવાનું સામે આવ્યું છે.

તરૂણીને બ્લેકમેઈલ કરાઈ

તરુણી કોઈ કામથી સુરત ગઈ હતી. આરોપી વિજય પણ તેની પાછળ પાછળ સુરત ગયો હતો. સુરતથી રાજકોટ આવતા દરમિયાન આરોપીએ તરૂણીને બ્લેકમેલ કરી હતી. જે બાદ આરોપી વિજય બારડે આ દીકરી પર ચાલુ બસમાં દુષ્કર્મ કર્યું હતુ. આ અંગેની ફરિયાદ પહેલા રાજકોટમાં કરવામાં આવી હતી. જે બાદ તેને ટ્રાન્સફર કરીને સુરત મહિધરપુરા પોલીસ મથકે ફરિયાદ મોકલવામાં આવી છે. હાલ મહિધરપુરા પોલીસે આ કેસની તપાસ શરૂ કરી છે.