Breaking

यमन ने सऊदी अरब के सामने रखी अजीब शर्त, यमनियों की जाल में फंसा रियाज़...

Saturday, 19 April 2025

ભારે કરી: વેવાણને વેવાઈ સાથે પ્રેમ થયો, બાળકોને મૂકી બંને ઘર છોડી ભાગી ગયા

ભારે કરી: વેવાણને વેવાઈ સાથે પ્રેમ થયો, બાળકોને મૂકી બંને ઘર છોડી ભાગી ગયા
ઉત્તર પ્રદેશના અલીગઢનો મામલો હજુ શાંત નથી પડ્યો ત્યાં બદાયૂંમાંથી એક વિચિત્ર ઘટના સામે આવી છે. જ્યાં એક વેવાણ પોતાના વેવાઈના પ્રેમમાં પડી. બાદમાં બંને પોતાના સંતાનોને મૂકીને ભાગી ગયા હતા. આ મામલો હવે આખા પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે. હાલમાં પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

આ ચોંકાવનારો કિસ્સો જિલ્લાના દાતાગંજ કોતવાલી વિસ્તારના એક ગામનો છે. અહીં રહેનારા એક શખ્સે પોલીસ ચોકીમાં ફરિયાદ નોંધાવી છે કે, તેણે પોતાની દીકરીના લગ્ન સિવિલ લાઈન વિસ્તારમાં રહેતા એક યુવક સાથે નક્કી કર્યા હતા. લગ્ન બાદ યુવકના પિતા પોતાના દીકરાના સાસરિયામાં આવતા-જતા રહેતા. આ દરમ્યાન યુવકના પિતા અને તેની સાસુ વચ્ચે પ્રેમ થઈ ગયો.

બાદમાં બંનેએ એકસાથે જિંદગી જીવવાનો નિર્ણય લીધો. ત્યારબાદ મહિલા એટલે કે યુવકની સાસુ પોતાના વેવાઈ સાથે ફરાર થઈ ગઈ. આ મામલો ધ્યાનમાં આવ્યા બાદ સમગ્ર વિસ્તારમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો.

કહેવાય છે કે, પીડિત વ્યક્તિ વ્યવસાયે ડ્રાઈવર છે અને મહિનાઓ સુધી ઘરે નથી આવતો. તે પોતાની પત્નીને સમયસર પૈસા મોકલતો રહે છે. પણ આ દરમ્યાન પત્ની અને વેવાઈ વચ્ચે પ્રેમ થઈ ગયો.

પીડિતનો આરોપ છે કે, તેની ગેરહાજરીમાં તેની પત્ની હંમેશા વેવાઈને બોલાવી લેતી. ઘટનાના દિવસે મહિલા ઘરેથી ઘરેણાં અને રોકડ રકમ લઈને વેવાઈ સાથે ભાગી ગઈ. ત્યારબાદ આખા ગામમાં આ પ્રેમ પ્રસંગને લઈને અલગ અલગ ચર્ચાઓ થઈ રહી છે.

આ મામલામાં પ્રભારી નિરીક્ષક દાતાગંજ ગૌરવ બિશ્નોઈએ જણાવ્યું કે, આ મામલે તપાસ ચાલી રહી છે. હાલમાં પોલીસ બંનેને શોધી રહી છે.