Breaking

यमन ने सऊदी अरब के सामने रखी अजीब शर्त, यमनियों की जाल में फंसा रियाज़...

Thursday, 1 May 2025

ડોક્ટર પતિએ પોલ ખોલી:રાજકોટના GST અધિકારીની મહિલા સાથે રંગરેલીયા, તબીબ પતિએ પોલીસ સાથે કઢંગી હાલતમાં પકડી લીધાં

ડોક્ટર પતિએ પોલ ખોલી:રાજકોટના GST અધિકારીની મહિલા સાથે રંગરેલીયા, તબીબ પતિએ પોલીસ સાથે કઢંગી હાલતમાં પકડી લીધાં
ડોક્ટર પતિએ પત્ની-પ્રેમીનો પીછો કરી વીડિયો ઉતાર્યો, રંગેહાથ બન્નેને પકડી પોલ ખોલી
પત્નીએ ડોક્ટર પતિ-પરિવાર પર દિલ્હીમાં ઘરેલુ હિંસાનો કેસ કર્યો હતો, પુણેમાં મકાન ભાડે રાખી રહેતી

ઘરેલુ હિંસાનો કેસ કર્યા બાદ પુણે રહેતી પત્નીએ મંગળવારે રાતે હું રેસ્ટોરાંમાં મિત્રો સાથે સિઝલર ખાવા જવા નિકળું છું, કહ્યા બાદ પત્ની એક પુરૂષ સાથે મોડી રાતે માંજલપુરમાં કારમાં ફરતી જોવા મળતા જ ડોક્ટર પતિ દ્વારા તેમનો પીછો કરીને એમ.આઈ.જી ફ્લેટમાં પત્ની અને રાજકોટના જીએસટી ઉચ્ચ અધિકારીને બિભત્સ અવસ્થામાં પકડી પાડ્યાં હતાં.

માંજલપુર પોલીસ મથકમાં ફરિયાદ આપતી અરજી કરી હતી. મહત્વનું છે કે, આ ઘટના અંગે જીએસટી અધિકારીનો સંપર્ક કરવાનો પ્રયત્ન કરતા સંપર્ક થઈ શક્યો ન હતો. માંજલપુર વિસ્તારમાં રહેતા ડોક્ટરના જણાવ્યા અનુસાર, તેમના લગ્ન માર્ચ-2017માં દિલ્હી ખાતે થયા હતાં. જ્યારે પત્નીએ મારા અને મારા પરિવાર પર દિલ્હી ખાતે ઘરેલુ હિંસાની ફરિયાદો કરી છે. મારી પત્ની પુણેમાં ભાડે મકાન રાખીને રહે છે. અને કોર્ટના હુકમથી મારી પત્નીને હું રૂા.5 હજાર ભાડું આપુ છું. હજુ મે મારી પત્નીને છુટાછેડા આપ્યાં નથી.

ડોક્ટરે જણાવ્યું હતું કે, હું તુલસીધામ ચાર રસ્તાથી જ્યુપીટર ચોકડી તરફ નીકળ્યો હતો. આ દરમિયાન મારી પત્નીએ મને એવું જણાવ્યું હતું કે, તે પુણેમાં મારા મિત્રો સાથે જાઉ છું. પરંતુ આજ સમયે મે મારી પત્નીએ એક વ્યક્તિ સાથે કારમાં જોઈ હતી. મે પીછો કર્યો તો માંજલપુર ચોથા માળે તેઓ એક મકાનમાં ગયા હતાં. મારી પત્ની એક તરફ એવું કહે છે કે, તે પુણે છે અને આ વડોદરામાં શું કરે છે ? આ જોઈને મને આઘાત લાગ્યો હતો.

ત્યારબાદ મે પોલીસ કંટ્રોલમાં ફોન કરીને જાણ કરી કે, મારી પત્ની કોણી સાથે છે ? તે મારે જાણવું હતું જેથી મે પોલીસને બોલાવી હતી. પોલીસ આવ્યા બાદ અમે 10 થી 15 મિનીટ સુધી મકાનનો દરવાજો ખખડાવ્યો હતો. દરવાજો ખુલ્યો ન હતો, દરમિયાન મારી પત્ની અને જે બીજો પુરૂષ ઘરમાં હતો તેમને અંદરથી બુમો પાડી કે દરવાજો કેમ ખખડાવો છો. જોકે પોલીસે દરવાજો ખોલાવતા પત્ની બાથરૂમ તરફ ભાગી ગઈ હતી. આ ઘટના બાદ મારી પત્ની અને અધિકારીને માંજલપુર પોલીસ મથક લાવવામાં આવ્યાં હતાં. જ્યાં મે ફરિયાદ કરતી અરજી કરી છે.

આ કેસમાં કોઈ તપાસ કરવાની રહેતી નથી આ જે ઘટના થઈ તેમાં ડોક્ટર પતિ દ્વારા માંજલપુર પોલીસ મથકમાં અરજી આપવામાં આવી છે. જોકે આ કેસમાં પોલીસ તરફે આગળ કોઈ તપાસ કરવાની રહેતી નથી. આ તેમનો અંગત મામલો છે. > એલ.ડી.ગમારા, પીઆઈ, માંજલપુર પોલીસ મથક