Breaking

यमन ने सऊदी अरब के सामने रखी अजीब शर्त, यमनियों की जाल में फंसा रियाज़...

Saturday, 10 May 2025

ઝઘડિયામાં 10 વર્ષની બાળકી પર પાશવી બળાત્કાર આચરનારા નરાધમને કોર્ટે ફટકારી ફાંસીની સજા

ઝઘડિયામાં 10 વર્ષની બાળકી પર પાશવી બળાત્કાર આચરનારા નરાધમને કોર્ટે ફટકારી ફાંસીની સજા
ભરૂચના ઝઘડિયા GIDCમાં 10 વર્ષની બાળકી પર દુષ્કર્મની ચકચારી ઘટનામાં કોર્ટે દોષિત વિજય પાસવાનને ફાંસીની સજા ફટકારી છે. આ કેસમાં કાયદાકીય પ્રક્રિયા 72 દિવસમાં પૂર્ણ થઈ હતી, જેમાં સરકારી વકીલ પીબી પંડ્યાની દલીલોએ મહત્વની ભૂમિકા ભજવી હતી. કોર્ટે નરાધમ વિજય પાસવાનને ફાંસીની સજા ફટકારી છે, જે સમાજમાં એક મજબૂત સંદેશ મોકલવા માટે મહત્વપૂર્ણ છે.આ ઘટનામાં બાળકી 8 દિવસ સુધી સારવાર હેઠળ રહી, પરંતુ અંતે તેનું મૃત્યુ થયું હતું. કોર્ટે દોષીતને ફાંસીને સજા ફટકારતા બાળકી અને તેના પરિવારને આજે ખરો ન્યાય મળ્યો છે.

ભરૂચના ઝઘડિયામાં GIDC વિસ્તારમાં રહેતી 10 વર્ષિય બાળકીને વિજય પાસવાન નામના હવસખોરે તેની હવસનો શિકાર બનાવી અને તેના પર પાશવી રીતે, બર્બરતાની તમામ હદો પાર કરતો બળાત્કાર ગુજાર્યો હતો. દિલ્હીના નિર્ભયા કાંડની જેમ જ આ હવસખોરે બાળકી પર બર્બરતાપૂર્ણ અને ક્રુરતાની તમામ હદો વટાવી દુષ્કર્મ આચર્યુ હતુ.  આ કેસમાં 72 દિવસની કાયદાકીય પ્રક્રિયાના અંતે કોર્ટે નરાધમ દોષીત વિજય પાસવાનને ફાંસીની સજા ફટકારી પરિવાર સાથે ખરો ન્યાય કર્યો છે.