Breaking

यमन ने सऊदी अरब के सामने रखी अजीब शर्त, यमनियों की जाल में फंसा रियाज़...

Thursday, 8 May 2025

મોબાઇલ સ્વિચ ઓફ કરી ફરાર:145 કમિશન એજન્ટને રૂપિયા 17.19 કરોડનો ધુંબો, રાજકોટ યાર્ડ અચોક્કસ મુદત માટે બંધ

મોબાઇલ સ્વિચ ઓફ કરી ફરાર:145 કમિશન એજન્ટને રૂપિયા 17.19 કરોડનો ધુંબો, રાજકોટ યાર્ડ અચોક્કસ મુદત માટે બંધ
પેમેન્ટ ન થતાં વેપારીઓએ તપાસ કરી તેમાં પેઢીના ઉઠમણા થયાની ખબર પડી, આવેદન જીરુંના સોદા બાદ માલિક ઢોલરિયા બંધુ પેઢીને તાળાં મારી મોબાઇલ સ્વિચ ઓફ કરી ફરાર

રાજકોટ માર્કેટ યાર્ડમાં જે.કે. ટ્રેડિંગ કંપની નામની પેઢી ચલાવતા બે ભાઇઓ બિપીન ઢોલરિયા અને નિતેશ ઢોલરિયા રૂ.17.19 કરોડનું જીરું ખરીદ્યા બાદ 145 વેપારીને ધુંબો મારી પેઢીને તાળાં મારી ભાગી જતાં કમિશન એજન્ટોએ બુધવારે વીજળિક હડતાળ પાડી હતી અને અચોક્કસ મુદતનું બંધનું એલાન આપતા કામકાજ ઠપ થઇ ગયું હતું. નારાજ યાર્ડના કમિશન એજન્ટોએ પોલીસ કમિશનરને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરી હતી.

રાજકોટ માર્કેટ યાર્ડમાં જીરુંનો વેપાર કરતાં જે.કે. ટ્રેડિંગ કંપનીએ અલગ-અલગ 145 જેટલા વેપારીઓ પાસેથી રૂ.17,19,50,059નું જીરું ખરીદ્યા બાદ છેલ્લા ચારેક દિવસથી પેઢીને તાળાં મારી દીધા હતા. યાર્ડના વેપારીઓને છેતરાયાની જાણ થતાં તેઓએ શ્રી સરદાર વલ્લભભાઇ પટેલ માર્કેટ યાર્ડ કમિશન એજન્ટ એસો.ના પ્રમુખ અતુલ કમાણીની આગેવાની હેઠળ રાજકોટ યાર્ડના ચેરમેનને લેખિત રજૂઆત કરી હતી કે, જે.કે. ટ્રેડિંગ કંપની નામની પેઢી દ્વારા જીરુંના વેપારમાં યાર્ડના વેપારીઓના બાકી રહેતા નાણાં ન ચૂકવાય ત્યાં સુધી રાજકોટ માર્કેટ યાર્ડ અચોક્કસ મુદત સુધી બંધ રહેશે. જેના પગલે તમામ કમિશન એજન્ટો અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરી જતાં બુધવારે કપાસ, ઘઉં, જીરું, ધાણા, ચણા સહિતની જણસીઓની હરાજી બંધ રહી હતી અને કરોડોનો વેપાર અટક્યો હતો.

પ્રમુખ અતુલ કમાણીએ જણાવ્યું હતું કે, રાજકોટ યાર્ડમાં વેપારીઓ હરાજીમાં માલ વેચતા હોય છે અને કોઇપણ સોદો થયા બાદ માલની ડિલિવરી થયાના 3થી 4 દિવસમાં પેમેન્ટ કરવાનું હોય છે જ્યારે આ બન્ને ભાઇઓએ આજે એક અઠવાડિયાથી પેમેન્ટ કર્યું નથી અને 145 જેટલા વેપારી પાસેથી માલ ખરીદી તેમને રૂ.17.19 કરોડનો ધુંબો મારીને પેઢીને તાળાં મારીને ભાગી ગયા હતા. જેથી પોલીસ કમિશનરને પણ વેપારીઓએ આવેદન આપીને લેખિતમાં ફરિયાદ કરી છે.