ભારતમાં લોકોને સંબંધોની કિંમત હોય છે, અહીં શ્રવણ કુમાર જેવા દીકરા, રામ-સીતા જેવા દેવ તુલ્ય પતિ-પત્ની, લક્ષ્મણ જેવા દિયર હોય છે અને જે પોતાના સંબંધોની મર્યાદાને સમજે છે. પણ વિદેશમાં લોકો સંબંધો એટલા જટિલ બનાવે છે કે, સાંભળીને પણ તમારુ મન વિચલિત થઈ જશે. એક મહિલાએ કેટલાક સમય પહેલા સોશિયલ મીડિયા પર પોતાના ગુંચવાયેલા સંબંધની કહાની સંભળાવી જેને સાંભળીને બધા ચોંકી ગયા.
તેણે જણાવ્યું કે, તેની મા નું અફેર તેના પતિ સાથે 22 વર્ષ સુધી ચાલ્યું તેણે ખુદ બંનેને એક દિવસ બેડરૂમમાં રંગે હાથ ઝડપી પાડ્યા. આ ઘટનાની જ્યારે દીકરીના પિતાને એટલે કે જમાઈના સસરાને થઈ તો તેણે તાત્કાલિક પોતાના નાના દીકરાના ડીએનએ ટેસ્ટ કરાવ્યા. જેમાં એવું રહસ્ય સામે આવ્યું જેને જાણીને આખા પરિવારના પગ નીચેથી જમીન સરકી ગઈ.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ રેડિટ પર એક ગ્રુપ છે r/TrueOffMyChest. યૂઝર @blownupmarriage1 એ આશરે 3 વર્ષ પહેલા લાંબી પોસ્ટ લખીને પોતાના પરિવાર સંબંધિત એક વિચલિત કરી મૂકતી ઘટના શેર કરી, તે 40 વર્ષની હતી. તેણે જણાવ્યું કે, તેની મા અને પતિનું 22 વર્ષ સુધી અફેર ચાલ્યું. તે અને તેનો પતિ જ્યારે 15 વર્ષના હતા ત્યારે તે પ્રેમી-પ્રેમિકા હતા. 17 વર્ષની ઉંમરે મહિલા પ્રેગ્નેટ થઈ ગઈ હતી. ત્યારે તેના માતા પિતાએ બંનેને પોતાના ઘરમાં જગ્યા આપી. 18 વર્ષની ઉંમરે બંનેએ લગ્ન કરી લીધા. લગ્ન બાદ પિતાએ પોતાના દીકરી અને જમાઈને પોતાની બાજુમાં જ એક ઘર ખરીદી આપ્યું, જ્યાં બંને સાથે રહેવા લાગ્યા.
મહિલાના કુલ 6 ભાઈ બહેન હતા. જ્યારે તેને પોતાને 4 ચાર બાળકો હતા તેના પેટમાં સાત મહિનાનો ગર્ભ હતો. મહિલાએ જણાવ્યું કે, એક વાર તે પોતાની બહેનપણીઓ સાથે ટ્રિપ પર ગઈ હતી, પણ તે ટ્રિપમાંથી એક દિવસ પહેલા જ પરત આવી ગઈ. જેવી તે પોતાના બેડરૂમમાં ગઈ, તેણે પોતાની મા અને પતિને આપત્તિજનક સ્થિતમાં જોયા. એ જોઈને તેના પગ નીચેથી જમીન સરકી ગઈ. તેણે પતિને પૂછ્યુ કે તેનું અફેર ક્યારથી શરૂ છે. ત્યારે પતિએ જણાવ્યું કે, તેના લગ્ન પહેલા જ બંનેનું અફેર ચાલી રહ્યું હતુ. તેથી મહિલા સમજી ગઈ કે શક્ય છે કે, તેના બે નાના જોડિયા ભાઈ અને સૌથી નાનો ભાઈ તેના પતિના જ સંતાનો છે.
મહિલાએ જ્યારે પોતાના પિતાને જણાવ્યું તો તે પણ ભાંગી પડ્યા અને નાના ભાઈઓના ડીએનએ ટેસ્ટ કરવાની માંગ કરવા લાગ્યા. જ્યારે તેનો ડીએનએ ટેસ્ટ થયો તો, ખબર પડી કે, જોડિયા ભાઈ તેના પતિના જ બાળકો છે. ત્યાર બાદ મહિલાએ પોતાના આખા પરિવારને આ ઘટના વિશે જણાવ્યું. પિતાએ મા ને ઘરમાંથી કાઢી મૂકી, જે પોતાની બહેન સાથે જઈને રહેવા લાગી અને મહિલાએ પણ પોતાના પતિ સાથે છૂટાછેડા લેવાની પ્રક્રિયા શરૂ કરી દીધી હતી.
મહિલાએ ઘણી અન્ય જાણકારીઓ આ પોસ્ટમાં આપી, જે ઘણી વિચિત્ર છે. તેની આ પોસ્ટ વાયરલ થઈ જેને 29 હજાથી વધુ લાઈક મળી અને હજારો લોકોએ કોમેન્ટ કરી. મહિલાએ પોસ્ટમાં જણાવ્યું કે, તેની મા સંપૂર્ણ આરોપ તેના પર નાખી રહી છે અને કહી રહી છે, કે તેણે તેનું ઘર ભાંગ્યું અને આ ઘટનાના કારણે તેની નોકરી પણ જતી રહી. એ કારણે જ લોકોએ મહિલાનો સાથ આપ્યો કે તે કોઈપણ રીતે ખોટી નથી, તેની મા અને પતિ દગાખોર હતા અને તેણે જે પણ કર્યું તે યોગ્ય કર્યું.