સુરત શહેરના પુણાગામ વિસ્તારમાંથી લાપતા થયેલા 13 વર્ષીય વિદ્યાર્થી અને તેની 23 વર્ષીય શિક્ષિકા આખરે સાડાચાર દિવસ બાદ પોલીસના હાથે પકડાઈ ગયાં છે. સુરતમાં વિદ્યાર્થીના અપહરણમાં મોટો વળાંક સામે આવ્યો છે. જેમાં 13 વર્ષના વિદ્યાર્થીનું અપહરણ કરનારી શિક્ષિકા ગર્ભવતી હોવાનો ખુલાસો થતા ચકચાર મચી છે.તે સિવાય ગર્ભ સગીર વિદ્યાર્થીનો હોવાનો શિક્ષિકાએ દાવો કરતા ખળભળાટ મચી ગયો છે.
કોઈની નજરમાં ન આવે એમ સુરતથી વડોદરા, અમદાવાદ, જયપુર, દિલ્હી અને વૃંદાવન એમ 2200 કિ.મી. બસમાં ટ્રાવેલ કર્યું ને બાદમાં અમદાવાદ રવાના થતા સમયે રાજસ્થાન બોર્ડર પાસેથી ચાલુ બસમાં જ પોલીસે શિક્ષિકાને દબોચી લીધી હતી. આ દરમિયાન બે હોટલમાં રાત્રિરોકાણ પણ કર્યું.
જોકે, બંનેના મેડિકલ રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. તો બીજી તરફ શિક્ષિકાને પાંચ માસનો ગર્ભ હોવાનો ઘટસ્ફોટ થયો છે. જોકે, પોલીસે શિક્ષિકાને કોર્ટમાં રજૂ કરી એક દિવસના રિમાન્ડ મેળવ્યા છે.ઉલ્લેખનીય છે કે, શિક્ષિકાના ઘરે ટ્યુશન આવતા વિદ્યાર્થી સાથે ઘરે જ શરીર સંબંધ બાંધ્યા હતા. તેમજ સુરતથી ભાગીને વડોદરાની હોટલમાં પણ રાત્રે શરીર સંબંધ બાધ્યા હતા.
મહિલા સામે પોકસો અને બીએનએસ કલમ 127 દાખલ
ડીસીપી ભગીરથ ગઢવીએ જણાવ્યું હતું કે શિક્ષિકાના નિવેદનમાં જાણવા મળ્યું હતું કે શિક્ષિકા દ્વારા આ વિદ્યાર્થીનું શારીરિક શોષણ કરવામાં આવતું હતું. હાલ તો આ નિવેદન આધારે વિદ્યાર્થી અને શિક્ષિકાનું મેડિકલ પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. આ સાથે જ પોકસો અને બીએનએસ કલમ 127 એડ કરી વધુ તપાસ હાલ ચાલી રહી છે.