Breaking

यमन ने सऊदी अरब के सामने रखी अजीब शर्त, यमनियों की जाल में फंसा रियाज़...

Sunday, 4 May 2025

જયશંકરે કહ્યું- અમને સાથીઓની જરૂર છે, ઉપદેશકોની નહીં:આર્કટિક સમિટમાં કહ્યું- સલાહ આપનારા પોતે તેનો અમલ કરતા નથી, યુરોપિયન દેશો પર કટાક્ષ કર્યો;

જયશંકરે કહ્યું- અમને સાથીઓની જરૂર છે, ઉપદેશકોની નહીં:આર્કટિક સમિટમાં કહ્યું- સલાહ આપનારા પોતે તેનો અમલ કરતા નથી, યુરોપિયન દેશો પર કટાક્ષ કર્યો;
પહેલગામ હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી ગયો છે. વિદેશ મંત્રી એસ. જયશંકરે કહ્યું છે કે ભારત ઉપદેશકોને બદલે સાથીઓની શોધમાં છે. જયશંકરે આર્ક્ટિક સર્કલ ઈન્ડિયા ફોરમમાં વિશ્વની બદલાતી પરિસ્થિતિઓ પર વાત કરી હતી. તેમણે કહ્યું કે ભારત એક મહત્વપૂર્ણ દેશ બની ગયો છે.

ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું છે કે અમે દુનિયામાં સાથી દેશો ઇચ્છીએ છીએ, ઉપદેશ આપનારા નહીં. જયશંકરે આ નિવેદન આર્ક્ટિક સર્કલ ઈન્ડિયા ફોરમ 2025માં આપ્યું હતું.

સમિટમાં બોલતા, જયશંકરે કહ્યું-

જ્યારે આપણે દુનિયા તરફ જોઈએ છીએ, ત્યારે આપણે સાથીદારો શોધીએ છીએ, ઉપદેશ આપનારા નહીં. ખાસ કરીને એવા ઉપદેશકો કે જેઓ વિદેશમાં જે ઉપદેશ આપે છે તેનો પaતાના ઘરમાં અમલ કરતા નથી.

ખરેખરમાં, સમિટના યજમાન સમીર સરને જયશંકરને પૂછ્યું હતું કે ભારતે યુરોપ પાસેથી શું અપેક્ષા રાખવી જોઈએ.

વિદેશ મંત્રીના મતે, યુરોપમાં હજુ પણ આ સમસ્યા રહેલી છે, પરંતુ યુરોપ એવા તબક્કામાં પહોંચી ગયું છે જ્યારે વાસ્તવિકતાઓ સાથે તેમની પરીક્ષા થશે. તેઓ તેને કેવી રીતે પાસ કરે છે તે જોવાનું બાકી છે.

જયશંકરે કહ્યું કે ભારત એવા દેશો સાથે કામ કરવા માંગે છે જે પરસ્પર આદર અને સમજણ દર્શાવે છે. યુરોપ પર કટાક્ષ કરતા તેમણે કહ્યું કે કેટલાક યુરોપિયન દેશો હજુ પણ પોતાના મૂલ્યો અને કાર્યો વચ્ચેના અંતર સાથે સંઘર્ષ કરી રહ્યા છું. તેમણે કહ્યું, 'જ્યારે અમે દુનિયા તરફ જોઈએ છીએ, ત્યારે અમે ભાગીદારો શોધીએ છીએ, ઉપદેશકો નહીં. ખાસ કરીને એવા ઉપદેશકો જેઓ વિદેશમાં જે ઉપદેશ આપે છે તેનો અમલ ઘરે કરતા નથી . યુરોપ હજુ પણ આ સમસ્યાનો સામનો કરી રહ્યું છે. આનો અર્થ એ થયો કે ભારત તે દેશો સાથે કામ કરવા માંગે છે જે પ્રામાણિકતાથી વર્તે છે.