ભરત નગર પોલીસ દ્વારા જીરો નંબરથી ગુનો દાખલ કરીને ફરિયાદ રાજકોટ શહેર એ ડિવિઝન પોલીસને ટ્રાન્સફર કરવામાં આવી છે.
શહેરમાં એક ચોંકાવનારો અજીબો ગરીબ કિસ્સો બન્યો હોવાનું સામે આવ્યું છે. માતાએ લાજ શરમ નેવે મૂકી હોય તે પ્રકારનો કિસ્સો સામે આવ્યો છે. ભાવનગર ખાતે રહેતા અને પ્રાઇવેટ નોકરી કરનારા 35 વર્ષીય પતિ દ્વારા ભરત નગર પોલીસ સ્ટેશન ખાતે જીરો નંબરથી પોતાની પત્ની તેમજ પોતાના પત્નીના પ્રેમી મિતરાજસિંહ મહીડા વિરુદ્ધ બીએનએસની કલમ 115(2), 351(2), 352, 54 તેમજ પોક્સો સહિતની કલમ હેઠળ ગુનો નોંધાવ્યો હોવાનું સામે આવ્યું છે. ભરત નગર પોલીસ દ્વારા જીરો નંબરથી ગુનો દાખલ કરીને ફરિયાદ રાજકોટ શહેર એ ડિવિઝન પોલીસને ટ્રાન્સફર કરવામાં આવી છે.
એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલી ફરિયાદ મુજબ ફરિયાદ નોંધાવનારા પતિ તેમજ તેની પત્ની વચ્ચે વર્ષ 2023માં ઝઘડો થયો હતો. ઝઘડો થતાં પત્ની પોતાના પુત્રને લઈને પોતાના પિયરમાં જતી રહી હતી. તેમજ આ દરમિયાન પત્ની પોતાના પુત્ર સાથે પરિવારથી અલગ રહેતી હતી. જે દરમિયાન પોતાના દીકરાને ઘરમાં મૂકીને પોતાના પ્રેમી મિતરાજસિંહ મહીડાને મળવા જતી હતી. તેમજ મોડી રાત્રે પોતાના ઘરે પરત ફરતી હતી. તેમજ મિતરાજસિંહ મહીડા પોતાની પ્રેમિકાને મળવા માટે અવારનવાર આવતો હતો તેમ જ બહાર ફરવા જવાનું પણ કહેતો હતો. ત્યારે મિતરાજસિંહ મહીડા તેમજ તેની પ્રેમિકા રાજકોટ બસ સ્ટેશન પાછળ આવેલી હોટલ સિટી ઈનમાં જતા હતા. તેમજ આ સમયે મહિડાની પ્રેમિકા પોતાના પુત્ર સાથે રાખતી હતી.
તેમજ માસુમની હાજરીમાં જ પ્રેમી પ્રેમિકા બંને નિર્વસ્ત્ર થઈ જતા હતા. તેમજ નિર્વસ્ત્ર થઈ ગયા બાદ માસુમ બાળકની હાજરીમાં જ શરીર સંબંધ પણ બાંધતા હતા. તેમજ જ્યારે હોટલના બાથરૂમમાં માસુમ બાળકની માતા જતી હતી. ત્યારે તેનો પ્રેમી બાળકના પ્રાઇવેટ પાર્ટ ઉપર હાથ ફેરવીને અડપલા કરતો હતો. તેમજ પોતાનો પ્રાઇવેટ પાર્ટ બાળકના હાથમાં પકડવા આપતો હતો. આ સમગ્ર મામલાની જાણ જ્યારે માસુમ 9 વર્ષના બાળક દ્વારા પોતાની માતા તેમ જ મહિડાની પ્રેમિકાને કરવામાં આવતા તેણે પોતાના બાળકને માર મારીને ચૂપ કરાવી દીધો હતો. તો સાથો સાથ પ્રેમી પ્રેમિકા દ્વારા માસૂમ બાળકને ગાળો આપી ધમકી પણ આપી હતી કે જો આ બાબતે તો કોઈને પણ વાત કરીશ તો તને મારી નાખીશું.
મળતી વિગતો અનુસાર એ ડિવિઝન પોલીસ દ્વારા મિતરાજસિંહ મહીડાને ઝડપી પાડવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. ત્યારે કેટલા સમયમાં માસુમ બાળકની માતાને પણ ઝડપી પાડવામાં આવે છે તે જોવું અતિ મહત્વનું બની રહેશે.