સાબરકાંઠાની હિંમતનગર મામલતદાર કચેરીમાં નાયબ મામલતદાર (સર્કલ ઓફિસર-ગાંભોઇ) જીતેન્દ્ર રમેશ પટેલને એન્ટી કરપ્શન બ્યુરો (ACB)એ રૂ. 30 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યો. જમીન ખનનની પરવાનગીના અભિપ્રાય માટે લાંચની માંગણી કરનાર આ અધિકારી સામે મહેસાણા ACBએ છટકું ગોઠવી કાર્યવાહી કરી. ફરિયાદ અનુસાર, જીતેન્દ્ર પટેલે રૂ. 30,000થી 50,000ની લાંચ માંગી હતી. ACBએ તાત્કાલિક કાર્યવાહી કરી, ફરિયાદી પાસેથી રૂ. 30,000 લેતાં તેને ઝડપી લીધો. હાલ આરોપીની અટકાયત કરી કાયદેસર કાર્યવાહી શરૂ કરાઈ છે. આ ઘટનાથી સરકારી કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો છે.
સાબરકાંઠામાં નાયબ મામલતદાર રૂ. 30 હજારની લાંચ લેતા ACBના હાથે ઝડપાયો