Breaking

यमन ने सऊदी अरब के सामने रखी अजीब शर्त, यमनियों की जाल में फंसा रियाज़...

Thursday, 31 July 2025

શ્રાવણમાં દારૂની રેલમછેલ: જામનગરના ધ્રોલમાંથી 68 લાખનો દારૂ ઝડપાયો, 12 આરોપી ફરાર

શ્રાવણમાં દારૂની રેલમછેલ: જામનગરના ધ્રોલમાંથી 68 લાખનો દારૂ ઝડપાયો, 12 આરોપી ફરાર
જામનગરના ધ્રોલ તાલુકાના ધરમપુર ગામે એલસીબીએ દરોડો પાડી વાડીમાંથી 4668 બોટલ દારૂ અને 2760 બિયરના ટીન સહિત રૂ. 68.75 લાખનો દારૂનો જથ્થો જપ્ત કર્યો. ઘટનાસ્થળેથી ચેતન હરજીભાઈ પરમાર અને સંજય કારાભાઈ આસુન્દ્રાની ધરપકડ કરવામાં આવી, જ્યારે 7 વાહનો, 3 મોબાઈલ ફોન સહિત કુલ રૂ. 1,28,91,000નો મુદ્દામાલ કબજે કરાયો.

12 આરોપી ફરાર, પોલીસની કામગીરી પર સવાલ

દરોડામાં મુખ્ય સૂત્રધાર મહમદ ઇકબાલ ઉર્ફે ટકી, મોસીન મુસ્લિમ, આકાશ કોળી, વાડી માલિક અજય ધીરૂભાઈ રાઠોડ, પુષ્પા (જામનગર), સન્ની લાખાભાઈ કોળી સહિત 12 આરોપી ફરાર છે. પોલીસે તેમની શોધખોળ શરૂ કરી છે, પરંતુ રાજસ્થાનથી આવેલો આ માતબર જથ્થો ગુજરાતની સરહદ અને ચેકપોસ્ટો પાર કરી જામનગર સુધી પહોંચ્યો, તે પોલીસની સતર્કતા પર સવાલ ઉભા કરે છે. 

શ્રાવણમાં દારૂની રેલમછેલ, દારૂબંધી પર પ્રશ્ન

 શ્રાવણ મહિનામાં આવી ઘટનાએ ગુજરાતની દારૂબંધી નીતિની અસરકારકતા પર પ્રશ્નો ઉભા કર્યા છે. X પરની પોસ્ટ્સમાં લોકો દારૂબંધીને "કાગળ પરની" ગણાવી રહ્યા છે, જેમાં ભ્રષ્ટાચાર અને પોલીસ-બુટલેગરોની મિલીભગતના આક્ષેપો પણ સામે આવે છે. આવા બનાવો દારૂબંધીના કડક અમલ અંગે શંકા જન્માવે છે, જેનો જવાબ પોલીસ અને સરકારે આપવો પડશે.