Breaking

यमन ने सऊदी अरब के सामने रखी अजीब शर्त, यमनियों की जाल में फंसा रियाज़...

Thursday, 31 July 2025

રાજકોટના ત્રંબામાં બેનરથી ભાજપમાં ટેન્શન: 'કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરિયા ગુમ!'

રાજકોટના ત્રંબામાં બેનરથી ભાજપમાં ટેન્શન: 'કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરિયા ગુમ!'
રાજકોટના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરિયા તેમના મતવિસ્તારમાં જ લોકોના રોષનો સામનો કરી રહ્યા છે. ત્રંબા ગામમાં 'ભાનુબેન બાબરિયા ગુમ'ના બેનરો લાગ્યા, જેમાં ગ્રામજનોએ જર્જરિત બેઠા પૂલ અને વિકાસના અભાવે ઐતહાસિક મંદિર ના દર્શન જોખમી બન્યા હોવાનો આક્ષેપ કર્યો. અનેક રજૂઆતો છતાં કામ ન થતાં લોકોએ કટાક્ષ સાથે ઈનામની ઘોષણા કરી રોષ વ્યક્ત કર્યો. ભાનુબેન, જે વોર્ડ નં.1ના કોર્પોરેટર પણ છે, તેમના વિસ્તારમાં ખરાબ રસ્તા, ગંદકી જેવી સમસ્યાઓનો ઉકેલ ન આવતાં લોકો નારાજ છે. મનપાની સભાઓમાં નિયમિત હાજરી ન આપવી, રજા રિપોર્ટ ન મૂકવો અને કાર્યાલય ન ખોલવાની ફરિયાદો પણ ઉઠી રહી છે. રાજકોટને કેબિનેટમાં સ્થાન મળ્યું, પરંતુ વિકાસનો લાભ ન મળતાં સવાલો ઉભા થયા છે.