Breaking

यमन ने सऊदी अरब के सामने रखी अजीब शर्त, यमनियों की जाल में फंसा रियाज़...

Saturday, 5 September 2026

ડો, એસ રાધાકૃષ્ણન ને ભાવ પૂર્ણ શ્રદ્ધાંજલી નેસવડ માધ્યમિક શાળામા શિક્ષક દિવસ ની ઊજવણી

ડો, એસ રાધાકૃષ્ણન ને ભાવ પૂર્ણ શ્રદ્ધાંજલી નેસવડ માધ્યમિક શાળામા શિક્ષક દિવસ ની ઊજવણી
-Friday World September 05 2026 
આજરોજ તારીખ : 05/09/2026 ને શનિવાર ના ભારતના બીજા રાષ્ટ્રપતિ અને ભારત રત્ન એવોર્ડ વિજેતા ડૉ. સર્વ પલ્લી રાધાકૃષ્ણન ની યાદમાં સરકારી માધ્યમિક શાળા નેસવડ, તાઃઘોઘા જી: ભાવનગર ખાતે શિક્ષક દિન ની ઉજવણી કરવામાં આવી જેમાં શાળાના ધો 9 અને ધો 10 ના વિદ્યાર્થીઓ દ્વારા શિક્ષણ કાર્ય કરવામાં આવ્યું કાર્યક્રમના અંતે આચાર્ય શ્રી વાય. જી. ઝાલા એ આજના દિવસ ને શા માટે શિક્ષક દિવસ તરીકે ઉજવવામાં આવે છે અને શિક્ષક નું વિદ્યાર્થીના જીવનમાં શું મહત્વ હોય છે તેના પર વિસ્તૃત સમજ પુરી પાડી આજના આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ એ સમગ્ર કાર્યક્રમની જવાબદારી ઉપાડી હતી કાર્યક્રમને અંતે વિદ્યાર્થીઓએ પણ આજના દિવસે શિક્ષણ કાર્ય વિશે પોતાના અનુભવો વર્ણવ્યા હતા ભાગ લેનાર દરેક વિદ્યાર્થીઓને પ્રોત્સાહન રૂપે પ્રમાણપત્ર આપવાની જાહેરાત કરવામાં આવી હતી. શાળાના શિક્ષકોએ કાર્યક્રમ ને સફળ બનાવવા માટે મહેનત કરી હતી આભાર વિધિ શ્રી એમ.એન .પંડયા એ કરી હતી અને કાર્યક્રમ નું સંચાલન શાળાની વિદ્યાર્થીની નિકીતા ડાભી એ કર્યું હતું.

Sajjadali Nayani ✍
 Friday World September 05 2026