કેન્દ્ર સરકારમાં નીતિન ગડકરી એક એવા માણસ છે, જેમના કામની કદર સત્તા પક્ષ તો કર્યા જ રાખે છે, વિપક્ષ પણ તેમના કામના વખાણ કરી શકે છે, એવું નીતિન ગડકરીનું વ્યક્તિત્વ છે.
કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ હાલમાં ભાજપની સૌથી મહત્વની બોડી સંસદીય બોર્ડમાંથી હટાવી દેવામાં આવ્યા છે. આ દરમિયાન એક સભામાં રાજકારણ છોડવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. તેમણે એવું પણ કહ્યું કે આજે રાજનીતિ સેવા કરવાનું માધ્યમ નહીં પણ ફક્ત અને ફક્ત સત્તા મેળવવાનો ઉદ્દેશ્ય બનીને રહી ગયું છે. તેમણે કહ્યું હતું કે, તેમને કેટલાય વાર એવો વિચાર આવે છે કે, તે રાજનીતિ છોડી દે, પણ હવે ભાજપના સીનિયર લીડર ગડકરીએ આગામી ચૂંટણી લડવાની તૈયારી બતાવી છે.
નીતિન ગડકરીએ કહ્યું કે, તેઓ ન તો કટઆઉટ્સ લગાવશે, ન તો પોસ્ટર્સ અને બેનર્સ લગાવશે,કાર્યકર્તાઓને ચા નાશ્તો પણ નહીં કરાવે. તેમ છતાં પણ વોટ આપવા હોય તો, આપજો, નહીં રહેવા દેજો. ત્યાર બાદ ગડકરીએ એ વિશ્વાસ વ્યક્ત કર્યો કે, તેમ છતાં પણ લોકો મને વોટ આપશે. લોકોને કામ કરનારો માણસ જોઈએ છે.જો તેમને કામ કરનારો માણસ મળે તો, પોતાના ખિસ્સાના પૈસા ખર્ચીને પણ લોકો વોટ આપશે. ગડકરીએ ઉદાહરણ આપતા કહ્યું કે, મુંબઈ-પુણે એક્સપ્રેસ વે અને મુંબઈના વર્લીથી સી લિંકનો ખર્ચ ટોલના કલેક્શનમાંથી આરામથી નિકળી ગયો છે. હવે મુંબઈ નરીમન પોઈન્ટથી વસઈ સુધી 15 મિનિટમાં પહોંચવાની વ્યવસ્થા કરી રહ્યો છું. લોકોને સુવિધા મળવી જોઈએ, લોકો આવા લોકોને જ પસંદ કરે છે.