Breaking

यमन ने सऊदी अरब के सामने रखी अजीब शर्त, यमनियों की जाल में फंसा रियाज़...

Thursday, 18 August 2022

ઢોર નિર્દોષના લે છે જીવ! અમદાવાદમાં રોડ પર ઉભેલા પશુ સાથે અથડાઈ બાઇક, પાછળથી ટ્રકનું ટાયર ફરી વળતા મોત

ઢોર નિર્દોષના લે છે જીવ! અમદાવાદમાં રોડ પર ઉભેલા પશુ સાથે અથડાઈ બાઇક, પાછળથી ટ્રકનું ટાયર ફરી વળતા મોત
મોત બનીને માર્ગ પર આડેધડ રખડતાં ઢોરે અમદાવાદમાં વધુ એક યુવાનનો ભોગ લેતા શહેરભરમાં નઘરોળ તંત્ર સામે લોકોમાં આક્રોશની જ્વાળા ભભૂકી છે.

અમદાવાદના હાસોલ વિસ્તારમાં રખડતા ઢોરે વધુ એકનો ભોગ લેતા ચકચાર મચી ગઇ છે. હાસોલમાં રસ્તા વચ્ચોવચ્ચ ઉભેલા પશુ સાથે બાઇક અથડાતાં અકસ્માત સર્જાયો હતો.જેમાં પશુ સાથે ટક્કર બાદ બાઇકચાલક જમીન પર પટકાયો હતો. આ દરમિયાન એકાએક કાળ બનીને આવેલા ટ્રકે બાઇકચાલકને અડફેટે લઇ ચગદી નાખતા યુવાનનું  કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.જેને પગલ શહેરભરમાં હાહાકાર મચી ગયો છે. અમદાવાદમાં રખડતા પશુને કારણે સર્જાયેલી દૂર્ઘટના CCTVમાં કેદ થઇ હતી.

આ દરમિયાન જાણવા મળ્યું હતું કે યુવકના પિતાએ પણ અકસ્માત માંજ જીવ ગુમાવ્યો હતો. ત્યારબાદ હવે રખડતાં ઢોરને લીધે સર્જાયેલ અકસ્માતમાં યુવાન પણ કાળનો કોળીયો બની જતાં પરીવારમાં માતમ છવાયો છે અને રખડતા પશુઓનું નિરાકણ લાવવા માટે મૃતકના પરિવારનોએ માંગ ઉઠાવી છે.