Breaking

यमन ने सऊदी अरब के सामने रखी अजीब शर्त, यमनियों की जाल में फंसा रियाज़...

Thursday, 18 August 2022

રખડતા પશુના મુદ્દે CM ભૂપેન્દ્ર પટેલે અપનાવ્યું કડક વલણ, શહેરી વિકાસ વિભાગને આપ્યા આ મોટા આદેશ

રખડતા પશુના મુદ્દે CM ભૂપેન્દ્ર પટેલે અપનાવ્યું કડક વલણ, શહેરી વિકાસ વિભાગને આપ્યા આ મોટા આદેશ
રાજ્યમાં 4 લાખથી વધુ રખડતા ઢોર હોવાનો અંદાજ છે ત્યારે શહેરી વિકાસ વિભાગને કામગીરીનો રિપોર્ટ સોંપવા સીએમ ભૂપેન્દ્ર પટેલે સૂચના આપી છે.

રાજ્યમાં રખડતા ઢોરના ત્રાસથી જનતા ત્રાહિમામ છે. તો બીજી બાજુ તંત્ર ઉદાસીન. રસ્તા પર ફરતા પશુઓના કારણે વાહનચાલકો, રાહદારીઓ અને નાના બાળકોથી લઈને વૃદ્ધો ભોગ બની રહ્યા છે. ક્યાંક ગાયના આતંકથી કોઈએ જીવ ગુમાવવો પડે છે તો ક્યાંક આખલાની લડાઈમાં વાહનચાલકનું થઈ જાય છે મોત. આખરે રસ્તા વચ્ચે ભમતા મોતનો ભય ક્યારે દૂર થશે?. રખડતા ઢોરથી નાગરિકોને મુક્તિ ક્યારે મળશે?. શું સરકાર પાસે કોઈ યોગ્ય વિકલ્પ નથી.?..કેમ શહેરો અને ગામડાઓમાં ઢોરના આતંકથી નાગરિકોને મુશ્કેલી થઈ રહી છે? 

આવા અનેક સવાલ ગુજરાતની જનતા કરી રહી છે ત્યારે રખડતા પશુના મુદ્દે રાજ્ય સરકારે કડક વલણ અપનાવ્યું છે. શહેરી વિકાસ વિભાગને મુખ્યમંત્રીએ મોટો આદેશ કરતાં જણાવ્યું છે કે રખડતાં ઢોર મુદ્દેની  કામગીરીનો એક અઠવાડિયામાં રિપોર્ટ સીધો CMને કરવામાં આવે. શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં રખડતા પશુથી અકસ્માતના વધતાં બનાવ બાદ આ કડક સૂચના આપવામાં આવી છે. આ આદેશ બાદ રખડતાં ઢોરને પકડવાની કામગીરી વધુ ઝડપે થશે કારણ કે રિપોર્ટમાં કામ દેખાડવું પણ જરુંરી છે. 

આણંદમાં રખડતા ઢોરનો આતંક યથાવત્ છે. 5 દિવસ બાદ વધુ ત્રણ લોકો રખડતા ઢોરનો શિકાર  બન્યા છે.મંગળપુરા વિસ્તારમાં બે મહિલા અને એક પુરૂષ રખડતા ઢોરના અડફેટે લેતા સારવાર અર્થે તેમણે હોસ્પિટલ ખસેડાયા છે.

સ્માર્ટસિટી કે 'ઢોરસિટી' અમદાવાદ!
કહેવાતા એવા સ્માર્ટસિટી અમદાવાદમાં પણ રખડતા ઢોરની મોટી સમસ્યાથી વાહન ચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. અમદાવાદમાં જ્યાં જૂઓ ત્યાં રોડ પર પશુઓએ અડિંગો જમાવ્યો છે. રાયપુર વિસ્તારમાં રખડતા ઢોરના ત્રાસને લઈ સ્થાનિકોમાં રોષ ફેલાયો છે. સ્થાનિકોનું કહેવું છે AMCની ઢોર પાર્ટી કામ જ નથી કરતી. અમદાવાદ મહાનગરપાલિકાના શહેરમાં રખડતા ઢોર પર નિયંત્રણના દાવાઓ પોકળ સાબિત થયા છે. ડ્રાઈવ-ઈન રોડ પર ઢોર રસ્તા વચ્ચે બેસેલા જોવા મળી રહ્યા છે.. અમદાવાદના બાપુનગરમાં પણ જાહેર માર્ગો પર ગાયો તેમજ આખલાઓએ અડિંગો જમાવ્યો છે. જેને લઈ લોકોમાં ભારે રોષ તેમજ વાહનચાલકોમાં અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. 

13 ઓગસ્ટના રોજ પૂર્વ નાયબ મુખ્યમંત્રીને મહેસાણાના કડીમાં ઢોર અડફેટે લીધા હોવાની ઘટના સામે આવી હતી. તો વળી પોરબંદરમાં પણ તિરંગા યાત્રા દરમિયાન મુખ્યમંત્રીને પણ રખડતા ઢોરનો સામનો કરવો પડ્યો હતો. તેમ છતાં નઘરોળ તંત્ર ઢોર નિયંત્રણના ફક્ત મોટા મોટા દાવાઓ કરે છે પણ વાસ્તવિક્તા તો કંઈક અલગ જ છે.