Breaking

यमन ने सऊदी अरब के सामने रखी अजीब शर्त, यमनियों की जाल में फंसा रियाज़...

Friday, 23 September 2022

ચૂંટણી સમયે ભાજપ કંઈપણ કરી શકે છે', મોહન ભાગવતની ચીફ ઈમામ સાથેની મુલાકાત પર અમિત ચાવડાનું નિવેદન

ચૂંટણી સમયે ભાજપ કંઈપણ કરી શકે છે', મોહન ભાગવતની ચીફ ઈમામ સાથેની મુલાકાત પર અમિત ચાવડાનું નિવેદનવડોદરામાં કોંગ્રેસે બાબાસાહેબ આંબેડકર સંકલ્પ દિવસે પદયાત્રાનું આયોજન કર્યુ હતું જેમાં અમિત ચાવડા, જિગ્નેશ મેવાણી સહિતના નેતાઓ જોડાયા હતા.

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના વડા ડૉ મોહન ભાગવતે ગુરુવારે ઑલ ઈન્ડિયા મુસ્લિમ ઈમામ ઓર્ગેનાઈઝેશનના વડા ઇમામ ઉમર અહેમદ ઇલ્યાસી સહિત અન્ય મુસ્લિમ નેતાઓ સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત દિલ્હીની કસ્તુરબા ગાંધી માર્ગ પર આવેલી મસ્જિદમાં થઈ હતી. આ બેઠક લગભગ એક કલાક સુધી ચાલી હતી. મોહન ભાગવતની મુસ્લિમ બુદ્ધિજીવીઓ સાથે એક મહિનામાં આ બીજી બેઠક છે. આ પહેલા મોહન ભાગવતે મુસ્લિમ બુદ્ધિજીવીઓની પાંચ સભ્યોની ટીમ સાથે મુલાકાત કરી હતી.

આ મુલાકાત પર ગુજરાતમાં રાજકારણ ગરમાયું છે. વડોદરામાં બાબાસાહેબ આંબેડકર સંકલ્પ દિવસ અંતર્ગત કોંગ્રેસની પદયાત્રા દરમિયાન અમિત ચાવડા મોહન ભાગવતની ચીફ ઈમામ સાથેની મુલાકાત પર બોલ્યા હતા. તેમણે કહ્યું કે ચૂંટણી સમયે ભાજપ કંઈપણ કરી શકે છે, લોકો બધુ સારી રીતે સમજે છે.

મહત્વનું છે કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનો આજે સંકલ્પ દિવસ મનાવાઈ રહ્યો છે. વડોદરા સ્મૃતિ ભવન કોઠી ખાતે કોંગ્રેસ દ્વારા પુષ્પાજંલિ કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો હતો.ધારાસભ્ય જીગ્નેશ મેવાણી અને અમિત ચાવડા રહ્યા ઉપસ્થિત રહ્યા હતા. લઘુમતીના તમામ હોદ્દેદારો કાર્યકરો તથા કોંગ્રેસ તમામ સભ્યો મોટી સંખ્યામાં પદયાત્રામાં જોડાયા હતા. આ યાત્રાના સંબોધન દરમિયાન અમિત ચાવડાએ કહ્યું કે બાબા સાહેબ આંબેડકરે પીડિત શોષિત સમાજ માટે અધિકારો આપ્યા પણ ભાજપ સરકારે પીડિતો વંચિત સમાજોનું શોષણ કર્યું છે. કોંગ્રેસ દલિતો,આદિવાસી,SC,ST સમાજ માટે કામ કરશે. 

ઇમામ ઉમર અહેમદ ઇલ્યાસી સાથે સંઘ પ્રમુખની બેઠક લગભગ એક કલાક સુધી ચાલી હતી, જે બંધ રૂમમાં થઈ હતી. RSSના અખિલ ભારતીય પ્રચાર પ્રમુખ સુનીલ આંબેકરે આ અંગે જણાવ્યું કે, RSS સરસંઘચાલક દરેક ક્ષેત્રના લોકોને મળે છે. આ એક સતત સામાન્ય સંવાદ પ્રક્રિયાનો ભાગ છે. ઉમર અહેમદ ઇલ્યાસી સાથેની બેઠક દરમિયાન મોહન ભાગવતની સાથે સંઘના કૃષ્ણ ગોપાલ, રામ લાલ અને ઇન્દ્રેશ કુમાર પણ હાજર રહ્યા.
બુદ્ધિજીવીઓ તરફથી કરવામાં પહેલ
પૂર્વ સાંસદ શાહિદ સિદ્દીકી, પૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનર એસ.વાય કુરેશી, પૂર્વ લેફ્ટનન્ટ ગવર્નર નજીબ જંગ, અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ ઝમીરુદ્દીન શાહ અને ઉદ્યોગપતિ સઈદ શેરવાની RSS વડા મોહન ભાગવતને મળ્યા હતા. મોહન ભાગવતને મળવાની પહેલ મુસ્લિમ બુદ્ધિજીવીઓ તરફથી કરવામાં આવી હતી. આ પહેલ એવા સમયે કરવામાં આવી છે જ્યારે ભાજપ પ્રવક્તા નુપુર શર્માની પયગંબર મોહમ્મદ પરની ટિપ્પણીથી સ્થિતિ બગડી હતી.