ભારત આજે 26 જાન્યુઆરીએ 74મો ગણતંત્ર દિવસ ઉજવી રહ્યું છે. એવામાં ગુજરાત જિલ્લામાં રાજય કક્ષાના પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી રહી છે અને ગુજરાતના બોટાદમાં પહેલી વખત આવા પ્રકારનો કાર્યક્રમ યોજાયો છે. 26 જાન્યુઆરી આજ રોજ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ બંને બોટાદ જિલ્લામાં યોજાનારી પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં હાજરી આપી હતી.
આજે રાજયમાં જુદા જુદા જિલ્લાઓમાં પ્રજાસતાક દિન પર્વની ઉજવણી થઈ રહી છે અને ગુજરાતના બાટોદ જિલ્લામાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે બોટાદ ખાતે પ્રજાસત્તાક દિવસ પર ત્રિરંગો ફરકાવ્યો અને સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ એ સમયે ત્યાં હાજર રહ્યા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેતા દેખાયા અને મુખ્ય ધ્વજવંદન સમારોહની અધ્યક્ષતા પણ કરી છે.