Breaking

यमन ने सऊदी अरब के सामने रखी अजीब शर्त, यमनियों की जाल में फंसा रियाज़...

Monday, 18 November 2024

મહારાષ્ટ્રની ચૂંટણીમાં 'ઉદ્યોગોના ગુજરાતગમન'નો મુદ્દો કેન્દ્ર અને રાજ્ય સરકાર માટે માથાનો દુઃખાવો

મહારાષ્ટ્રની ચૂંટણીમાં 'ઉદ્યોગોના ગુજરાતગમન'નો મુદ્દો કેન્દ્ર અને રાજ્ય સરકાર માટે માથાનો દુઃખાવો
મહારાષ્ટ્ર વિધાનસભાના ચૂંટણીપ્રચારમાં ‘ઉદ્યોગોના ગુજરાતગમન’નો મામલો સતત છવાયેલો રહ્યો છે. મહાવિકાસ અઘાડીના પક્ષો સતત આ મુદ્દે ભાજપ-શિંદે સરકારને ઘેરી રહ્યા છે

જો હું સત્તામાં આવીશ તો મહારાષ્ટ્રથી ગુજરાત જઈ રહેલા પ્રોજેક્ટ્સ પર પ્રતિબંધ મૂકીશ.”

મહારાષ્ટ્રના તટીય સિંઘુદુર્ગના કાંકલાવીમાં 13 નવેમ્બરે એક રેલીને સંબોધતા મહારાષ્ટ્રના પૂર્વ મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરેએ આ નિવેદન આપ્યું હતું.

“મહારાષ્ટ્ર પાસેથી પાંચ લાખ નોકરીઓ છીનવાઈ ગઈ, કારણ કે ઉદ્યોગો બીજા રાજ્યમાં ચાલ્યા ગયા. અમારી સરકાર આવશે તો આમ નહીં થવા દે. જે પ્રોજેકટ્સ મહારાષ્ટ્ર માટેના હશે એ મહારાષ્ટ્રમાં જ આવશે અને ગુજરાત માટેના પ્રોજેક્ટ્સ ગુજરાતમાં જ રહેશે.”

લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ મહારાષ્ટ્રના નંદૂરબારમાં એક રેલીને સંબોધિત કરતાં 14 નવેમ્બરે આ નિવેદન આપ્યું હતું.

શિવસેના (યુબીટી)ના નેતા આદિત્ય ઠાકરે પણ સતત પોતાની રેલીમાં ધારાવી રિડૅવલપમેન્ટનો મુદ્દો આગળ ધરીને ગુજરાતસ્થિત અદાણી સમૂહ પર પ્રહારો કરતા રહે છે.

તેમણે એક ઇન્ટરવ્યૂમાં તો અદાણી સમૂહને ‘ઇસ્ટ ઇન્ડિયા કંપની’ સાથે સરખાવતાં કહ્યું હતું કે મુંબઈ આ કંપનીને વેચી દેવાનો કારસો ઘડાઈ રહ્યો છે.

ટૂંકમાં, મહારાષ્ટ્ર વિધાનસભાના ચૂંટણીપ્રચારમાં ‘ઉદ્યોગોના ગુજરાતગમન’નો મામલો સતત છવાયેલો રહ્યો છે. મહાવિકાસ અઘાડીના પક્ષો સતત આ મુદ્દે ભાજપ-શિંદે સરકારને ઘેરી રહ્યા છે.વિધાન સભા ચૂંટણીમાં પણ હતેની ભયંકર અસર થશે  લોકસભા ચૂંટણી દરમિયાન આ મુદ્દાનો જબ્બર ફાયદો મળ્યો હતો?
કયા મોટા પ્રોજેક્ટ્સ ગુજરાત ગયા?
વડોદરામાં સી-295 ટાટા-એરબસ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરી રહેલા પીએમ મોદી અને સ્પેનના વડા પ્રધાન, આ પ્રોજેક્ટ પહેલા મહારાષ્ટ્ર આવવાનો હતો.

મહારાષ્ટ્રમાં એકનાથ શિંદે તથા ભાજપના ગઠબંધનની સરકાર દરમિયાન અનેક પ્રોજેક્ટ્સ જે પહેલાં મહારાષ્ટ્રમાં આવવાના હતા, તે અંતે ગુજરાત ચાલ્યા જતાં આ મુદ્દે મહારાષ્ટ્ર સરકાર સતત બૅકફૂટ પર રહી છે.

અનિલ અગ્રવાલના નેતૃત્વવાળા વેદાન્તા ગ્રૂપ તથા તાઇવાનની એક મોટી ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફૅક્ચરર કંપની ફૉક્સકોને સાથે મળીને પુણેના તાલેગાંવમાં 1.63 લાખ કરોડનું રોકાણ કરવાની જાહેરાત કરી હતી. જોકે, ત્યારબાદ એવા સમાચારો આવ્યા હતા કે ફૉક્સકોને આ ડીલ રદ્દ કરી દીધી હતી અને પુણેમાં આ સેમિકન્ડક્ટર ચીપના ઉત્પાદનનો પ્રોજેક્ટ નહીં સ્થપાય.

ત્યારબાદ એવા અહેવાલો આવ્યા હતા કે વેદાન્તા જૂથ કોઈ અન્ય કંપની સાથે મળીને આ પ્રોજેક્ટ ગુજરાતમાં સ્થાપશે.

ટાટા-ઍરબસ સાથે મળીને ભારતીય વાયુસેના માટે C-295 ટ્રાન્સપૉર્ટ ઍરક્રાફ્ટનું ઉત્પાદન કરવાના હતા. અહેવાલો પ્રમાણે અંદાજે 22 હજાર કરોડનો આ પ્રોજેક્ટ પણ પહેલાં મહારાષ્ટ્રમાં આવવાનો હતો. જોકે, આ પ્રોજેક્ટ પણ ગુજરાતના વડોદરામાં લઈ જવાયો અને હાલમાં જ સ્પેનના વડા પ્રધાન સાથે પીએમ મોદીએ આ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું.

શરદ પવારે તો ત્યાં સુધી દાવો કર્યો હતો કે આ પ્રોજેક્ટ મહારાષ્ટ્રથી ગુજરાત લઈ જવાનું પીએમ મોદીએ જ તાતા જૂથને કહ્યું હતું. જોકે, ભાજપે આ આરોપો ફગાવ્યા છે.

ડિસેમ્બર, 2023માં વડા પ્રધાન મોદીએ ગુજરાતના સુરતમાં ડાયમંડ બુર્સનું ઉદ્ધાટન કર્યું હતું. એ પહેલાંથી જે એવા અનેક અહેવાલો વહેતા થયા હતા કે મુંબઈના 50 ટકા 
હીરાવેપારીઓ પોતાનો ધંધો સુરત ખસેડી રહ્યા છે.

જાન્યુઆરી, 2024માં મહારાષ્ટ્રની મહાનંદ ડેરીનો વહીવટ નેશનલ ડેરી ડૅવલપમેન્ટ બોર્ડ (NDDB)ને સોંપાશે તેવી જાહેરાત થઈ હતી. એનડીડીબીનું વડું મથક ગુજરાતના આણંદ ખાતે આવેલું હોવાથી ફરીથી મહારાષ્ટ્રના ઉદ્યોગો ગુજરાત જવાનો મુદ્દો ચગ્યો હતો.

આ સિવાય પણ અનેક નાના-મોટા પ્રોજેક્ટ મહારાષ્ટ્રથી ગુજરાત અને અન્ય રાજ્યોમાં ગયા હોવાનો મહાવિકાસ અઘાડીના પક્ષોનો દાવો છે. જેથી કરીને શિવસેના (યુબીટી), કૉંગ્રેસ અને એનસીપી (શરદચંદ્ર પવાર) આ મુદ્દાને તેમના ચૂંટણીપ્રચારમાં જોરશોરથી ઉઠાવી રહ્યા છે.