Breaking

यमन ने सऊदी अरब के सामने रखी अजीब शर्त, यमनियों की जाल में फंसा रियाज़...

Monday, 20 January 2025

અરે વાહ ! હવે 20 રૂપિયામાં 4 મહિના સુધી એક્ટિવ રહેશે સિમ, ડબલ સીમને લઈને TRAIનો આયો નિયમ

અરે વાહ ! હવે 20 રૂપિયામાં 4 મહિના સુધી એક્ટિવ રહેશે સિમ, ડબલ સીમને લઈને TRAIનો આયો નિયમ

રિચાર્જ પ્લાન મોંઘા થયા હોવાથી, સેકન્ડરી સિમ પર પૈસા ખર્ચવા થોડા મુશ્કેલ બની ગયા છે. ત્યારે હવે (TRAI) ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયાના નિયમોએ Jio, Airtel, VI અને BSNL ના કરોડો યુઝર્સને મોટી રાહત આપી છે.

આજકાલ, મોટાભાગના મોબાઇલ વપરાશકર્તાઓ બે સિમ કાર્ડનો ઉપયોગ કરે છે. જુલાઈ 2025 થી રિચાર્જ પ્લાન મોંઘા થઈ ગયા હોવાથી, બે નંબર રિચાર્જ કરવાનું ક્યારેક ખૂબ મુશ્કેલ બની જાય છે. ભલે આપણે સિમ કાર્ડનો ઘણો ઉપયોગ કરીએ, પણ ક્યારેક નંબર બંધ થઈ જવાના ડરથી આપણે નંબર રિચાર્જ કરાવવું પડે છે. હવે તમારો આ ડર ખતમ થઈ જશે તેવા સમાચાર લઈને આવ્યા છે.
જી હા, જો તમને પણ બે-બે સીમમાં મોટો ડેટા પેક કરાવવો પડે છે તો હવે તમે નંબર રિચાર્જ કર્યા વિના પણ ઘણા મહિનાઓ સુધી સિમ એક્ટિવ રાખી શકો છો.

રિચાર્જ પ્લાન મોંઘા થયા હોવાથી, સેકન્ડરી સિમ પર પૈસા ખર્ચવા થોડા મુશ્કેલ બની ગયા છે. ત્યારે હવે (TRAI) ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયાના નિયમોએ Jio, Airtel, VI અને BSNL ના કરોડો યુઝર્સને મોટી રાહત આપી છે. તે જ સમયે, ટ્રાઈના નિયમથી મોબાઈલ યુઝર્સને સતત મોંઘા રિચાર્જ કરવાની ઝંઝટમાંથી પણ મુક્તિ મળી છે.

ટ્રાઇએ બે સિમ ધરાવતા વપરાશકર્તાઓ માટે એક નવો નિયમ બનાવ્યો છે. ટ્રાય મોબાઈલ યુઝર કંઝ્યૂમર હેન્ડબુકમાં જણાવ્યા અનુસાર, રિચાર્જ ખતમ થયા બાદ આપનું સિમ કાર્ડ 90 દિવસ સુધી એક્ટિવ રહે છે.

ટ્રાઈના નિયમો અનુસાર, જો તમારો નંબર 90 દિવસ સુધી ચાલુ રહે છે અને તેનું પ્રીપેડ બેલેન્સ 20 રૂપિયા છે, તો કંપની તમારી પાસેથી તે 20 રૂપિયા કાપી લેશે અને વેલિડિટી 30 દિવસ સુધી લંબાવશે. આનો અર્થ એ કે તમારો નંબર કુલ 120 દિવસ સુધી સક્રિય રહી શકે છે. આ રીતે, જો તમે સેકન્ડરી સિમ રાખો છો, તો તેમાં 20 રૂપિયાનું બેલેન્સ રાખ્યા પછી, તમે રિચાર્જ પૂર્ણ થયા પછી 120 દિવસ સુધી સિમ કાર્ડને ચાલુ રાખી શકો છો.

ટ્રાઈના મતે, આ 120 દિવસ પછી, સિમ કાર્ડ વપરાશકર્તાઓને તેમનો નંબર ફરીથી એક્ટિવેટ કરવા માટે 15 દિવસનો સમય આપવામાં આવે છે. જોકે, જો કોઈ વપરાશકર્તા આ 15 દિવસમાં પણ પોતાનો નંબર એક્ટિવેટ નહીં કરે, તો તેનો નંબર સંપૂર્ણપણે ડિએક્ટિવેટ થઈ જશે .