Breaking

यमन ने सऊदी अरब के सामने रखी अजीब शर्त, यमनियों की जाल में फंसा रियाज़...

Monday, 13 January 2025

ઘરમાં ચલાવતી હતી બ્યૂટી પાર્લર, મહિલાઓની લાઈનો લાગતી, એક દિવસ અંદરનો નજારો જોઈ લોકો દોડવા લાગ્યા

ઘરમાં ચલાવતી હતી બ્યૂટી પાર્લર, મહિલાઓની લાઈનો લાગતી, એક દિવસ અંદરનો નજારો જોઈ લોકો દોડવા લાગ્યા
મહિલાના બ્યૂટી પાર્લરમાં ખૂબ જ મહિલા કસ્ટમર્સ હતી. બધું જ બરાબર ચાલી રહ્યું હતું. પણ બાદમાં જે થયું તે જાણી પોલીસ અને આ વિસ્તારના લોકોના હોશ ઉડી ગયા

યૂપીના મથુરામાં એક પરિવાર રાજીખુશીથી જીવતો હતો. પતિ-પત્ની અને 6 વર્ષની દીકરી. ત્રણેયમાં ખૂબ જ પ્રેમ હતો. પતિ દીપક પ્રાઈવેટ સ્કૂલમાં ટીચર હતો. તો વળી પત્ની સવિતા ઘરમાં જ બ્યૂટી પાર્લર ચલાવતી હતી. બંને મળીને ઠીક ઠાક રૂપિયા કમાઈ લેતા હતા અને સારી એવી જિંદગી જીવતા હતા.

રાષ્ટ્રીય રાજમાર્ગની કનૈયા કુંજ કોલોનીમાં પતિ-પત્નીની લાશ મળતા સનસની ફેલાઈ ગઈ હતી. ઘટનાનો ખુલાસો ત્યારે થયો, જ્યારે 6 વર્ષિય દીકરી ઘરના રૂમમાં રડતા રડતા બહાર આવી અને પાડોશી કંદોઈને જણાવ્યું કે, “પિતા ફાંસીના ફંદે લટકી રહ્યા છે અને મમ્મી બેડ પર પડી છે.” ઘટના બાદ જ્યારે પાડોશી ઘરના રૂમમાં ગયા તો અંદરનો નજારો જોઈ ચોંકી ગયા. કારણ કે 28 વર્ષિય દીપક અને તેની પત્ની સવિતાની લાશ રૂમમાં પડી હતી.

જાણકારી મળતા જ કોલોનીના લોકોની ભીડ એકત્રિત થઈ ગઈ અને કોલોનીવાસીઓએ ઘટનાની સૂચના હાઈવે પોલીસને આપી. ઘટનાસ્થળ પર પહોંચેલી પોલીસે પતિ-પત્નીની લાશને કબજામાં લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધી. કોલોનીવાસીઓએ જણાવ્યું કે, “જોતા એવું લાગે છે કે પતિ-પત્ની વચ્ચે રાતના સમયે ઝઘડો થયો, ત્યાર બાદ પતિએ પત્નીની હત્યા કરી નાખી અને ખુદ આત્મહત્યા કરી લીધી. કહેવાય છે કે દીપક પ્રાઈવેટ સ્કૂલમાં ટીચિંગનું કામ કરતો હતો, તથા સવિતા બ્યૂટી પાર્લર ચલાવતી હતી.”

આ સંબંધમાં એસપી સિટી ડોક્ટર અરવિંદ કુમારે જણાવ્યું કે, “ઘટના જોતા લાગે છે કે કોઈ વાતને લઈને બંને વચ્ચે વિવાદ થયો છે અને ત્યાર બાદ પતિએ પત્નીની હત્યા કર્યા બાદ ખુદ ફાંસી લગાવી પોતાના જીવનની લીલા સમાપ્ત કરી નાખી. ઘટનાસ્થળ પરથી ફોરેન્સિક ટીમે પુરાવા એકઠા કર્યા અને લાશનું પોસ્ટમોર્ટમ કરવામાં આવી રહ્યું છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ વાસ્તવિક ઘટના જાણી શકાશે