ભાજપે દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ‘શીશમહેલ’નો મોટો રાજકીય મુદ્દો બનાવ્યો હતો અને હવે તેને તોડવાની વાત થવા લાગી છે. દિલ્હી ભાજપના દિગ્ગજ નેતા અને રોહિણીના ધારાસભ્ય વિજેન્દ્ર ગુપ્તાએ આ મુદ્દે ઉપરાજ્યપાલ વિ.કે.સક્સેનાને પત્ર લખ્યો છે, તેમાં કહેવાયું છે કે, જે ઈમારતો તોડીને ‘શીશમહેલ’ બનાવવામાં આવ્યો છે, તેને તે ભવનથી અલગ કરવો જોઈએ. જો ખરેખરમાં આવું થશે તો ‘શીશમહેલ’નું તૂટવું સંભવ છે.
નિયમોનું ઉલ્લંઘન કરી ‘શીશમહેલ’ બનાવાયો
ભાજપ ધારાસભ્યએ પત્રમાં લખ્યું છે કે, ‘પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનું સત્તાવાર નિવાસસ્થાન (6, ફ્લેગ સ્ટાફ રોડ) પર ગેરકાયદે બાંધકામ કરવામાં આવ્યું છે. નિયમોનું ઉલ્લંઘન કરીને તેનું નિર્માણ કરાયું છે. તેના પર તાત્કાલીક કાર્યવાહી થવી જોઈએ. અહીંની મિલકતો તેમના મૂળ સ્વરૂપમાં બનાવવી જોઈએ. આસપાસની સરકારી મિલકતો પર કરાયેલા દબાણને પણ તાત્કાલીક હટાવવું જોઈએ.’
‘પ્રજાના નાણાં દુરુપયોગ કરી પાંચ ઘણું મોટું મકાન બનાવી દીધું’
તેમણે આક્ષેપ કર્યો છે કે, ‘કેજરીવાલે પ્રજાના નાણાંનો દુરુપયોગ કરી પોતાના સરકારી આવાસને ભવ્ય શીશમહેલ બનાવી દીધો, જે સંપૂર્ણ ગેરકાયદેસર અને અનૈતિક છે. આવી રીતે બાંધકામ કરતી વખતે કોઈપણ સત્તાવાર મંજૂરી લેવામાં આવી નથી અને નિર્ધારિત પ્રક્રિયાનું પાલન પણ કરાયું નથી. તેમણે દાવો કર્યો છે કે, તેમના આવાસનું ક્ષેત્રફળ 10,000 વર્ગ મીટર હતું, જે વધારીને 50,000 વર્ગ મીટર કરવામાં આવ્યું. આમ કરવા માટે તેમણે સરકારી સંપત્તિઓ પર ગેરકાયદે કબજો કર્યો.’
8 ફ્લેટ જોડીને શીશમહેલ બનાવાયો
વિજેન્દ્ર ગુપ્તાએ પત્રમાં વિસ્તારથી લખ્યું છે કે, ‘કેજરીવાલ સરકારે ગેરકાયદે રીતે 45 અને 47, રાજપુર રોડ પર સ્થિત આઠ ટાઇપ-V ફ્લેટ અને 8A અને 8B, ફ્લેગ સ્ટાફ રોડ પર સ્થિત સરકારી બંગલાઓને મુખ્યમંત્રીના રહેણાંક સંકુલમાં સામેલ કરાયા છે. તેમણે આ અતિક્રમણોને તાત્કાલિક દૂર કરવાની માંગ કરી કહ્યું કે, 8A અને 8B ફ્લેગ સ્ટાફ રોડને મુખ્યમંત્રી રહેણાંક સંકુલથી અલગ કરવામાં આવે.
ઊંડી તપાસ કરવામાં આવે’
ભાજપ ધારાસભ્યએ શીશમહેલ મામલામાં ઊંડી તપાસ કરવાની અને અગાઉ કરેલી ફરિયાદ મુદ્દે તાત્કાલીક કાર્યવાહી કરવાની માંગ પણ કરી છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે, વહેલામાં વગેલી તકે તેની તપાસ પૂર્ણ કરવામાં આવે, જેથી દિલ્હીના નાગરિકોને જાણ થાય કે, ઈમારદાર કહેવાતા કેજરીવાલે પોતાના શાહીમહેલ પાછળ પ્રજાના મહેનતની કમાણી કેવી રીતે પાણીની જેમ વહાવી...