Breaking

यमन ने सऊदी अरब के सामने रखी अजीब शर्त, यमनियों की जाल में फंसा रियाज़...

Tuesday, 25 February 2025

દિલ્હી રમખાણોનાં પાંચ વર્ષ: શું પીડિતોને ન્યાય મળ્યો, ગુનેગારોને સજા મળી?

દિલ્હી રમખાણોનાં પાંચ વર્ષ: શું પીડિતોને ન્યાય મળ્યો, ગુનેગારોને સજા મળી?
નવી દિલ્હીમાં થયેલાં સૌથી ખરાબ રમખાણોને પાંચ વર્ષ વીતી ગયાં છે. આ દરમિયાન રમખાણોને લગતા 80 ટકાથી વધુ કેસોમાં આરોપીઓ નિર્દોષ છૂટી ગયા છે.

2020માં દિલ્હીમાં થયેલાં કોમી રમખાણો છેલ્લા ત્રણ દાયકામાં રાજધાનીમાં જોવા મળેલાં સૌથી ભયંકર રમખાણો હતાં.

તે વર્ષે ફેબ્રુઆરી મહિનામાં ચાર દિવસ સુધી ચાલેલી હિંસામાં 53 લોકોનાં મોત થયાં હતાં. જેમાં 40 મુસ્લિમો અને 13 હિન્દુઓ હતા.

દિલ્હી પોલીસે કેટલાક કર્મશીલો અને વિદ્યાર્થી નેતાઓ ઉમર ખાલિદ તથા શરજીલ ઇમામ અને 16 અન્ય લોકોની ધરપકડ કરી હતી.

પોલીસે કહ્યું હતું કે આ લોકોએ 2019માં લાવવામાં આવેલા વિવાદાસ્પદ નાગરિકતા કાયદા સામે મહિનાઓ સુધી ચાલેલાં વિશાળ વિરોધપ્રદર્શનોની આડમાં રમખાણોની યોજના બનાવી હતી.

આ તોફાનોમાં સેંકડો ઘાયલ થયા હતા અને ઘણી દુકાનો અને ઘરો પણ બાળી નાખવામાં આવ્યાં હતાં.

પોલીસે રમખાણો સંબંધિત 758 કેસ નોંધ્યા હતા અને બે હજારથી વધુ લોકોની ધરપકડ કરી હતી.
પાંચ વર્ષ પછી હજુ ઘણા કેસ કોર્ટમાં ચાલી રહ્યા છે.

પોલીસના ડેટા નુ  વિશ્લેષણ દર્શાવે છે કે જે કેસોમાં કોર્ટે નિર્ણયો આપ્યા છે તેમાં 80% થી વધુ કેસોમાં આરોપીઓનો નિર્દોષ છૂટકારો અથવા ડિસ્ચાર્જ થયા છે.

ડઝનબંધ આદેશોમાં કોર્ટે પોલીસ તપાસની આકરી ટીકા કરતા કહ્યું હતું કે "તેમણે 'બેદરકારીથી' અથવા 'પૂર્વનિર્ધારિત રીતે' ચાર્જશીટ દાખલ કરી હતી."

વધુમાં એમ પણ કહ્યું હતું કે પોલીસે આરોપીઓને 'ખોટી રીતે ફસાવ્યા', 'બનાવટી' નિવેદનો તૈયાર કર્યાં અને 'ઘટનાની સંપૂર્ણ તપાસ' ન કરી.

બે આદેશોમાં ન્યાયાધીશે કહ્યું કે તેઓ પોતાને એમ કહેવાથી 'રોકી' શકતા નથી કે જ્યારે ઇતિહાસ રમખાણો પર નજર નાખશે તો જોશે કે 'યોગ્ય તપાસ કરવામાં તપાસ એજન્સીની નિષ્ફળતા' થી 'લોકશાહીના મૂળભૂત આધારને નુકસાન પહોંચશે'.
પોલીસે બે વીડિયોના આધારે ડિસેમ્બર 2020માં આરોપી સંદીપ ભાટીની ધરપકડ કરી હતી પણ ટુક સમય મા જ છૂટી ગયા 

 પોલીસે આ કેસમાં તેમના સહિત અન્ય 10 લોકો પર આરોપ મૂક્યા હતા. પરંતુ ટ્રાયલ શરૂ થાય તે પહેલાં કોર્ટે પોલીસની તપાસની ટીકા કરી બધાને નિર્દોષ છોડી મૂક્યા.

કોર્ટે કહ્યું છે કે "સાક્ષીઓનાં નિવેદનો 'બનાવટી' હોઈ શકે છે, અને આ દુકાનને મોટા ભાગે હિન્દુ ટોળા દ્વારા બાળી નાખવામાં આવી હતી. પોલીસે ઘટના સમયે ત્યાં હાજર હોવા છતાં એ દિશામાં કેસની તપાસ કરી નથી."

પોલીસે  ઇમેઇલ્સ અથવા રૂબરૂમાં વાત કરવાના પ્રયાસોનો જવાબ આપ્યો ન હતો.

ગત એપ્રિલમાં દાખલ કરાયેલા એક અહેવાલમાં પોલીસે કોર્ટને જણાવ્યું હતું કે બધી તપાસ "વિશ્વસનીય, ન્યાયી અને નિષ્પક્ષ" રીતે કરવામાં આવી છે.

33 વર્ષીય પીએચડી કરતાં ગુલ્ફિશા ફાતિમા પણ લગભગ પાંચ વર્ષથી ટ્રાયલ અને જામીન વિના જેલના સળિયા પાછળ છે. આ કેસમાં અન્ય અગિયાર કેદીઓ પણ જેલમાં બંધ છે.

ગુલ્ફિશાના પિતા સૈયદ તસ્નિફ હુસૈન કહે છે, "જ્યારથી તે જેલમાં ગઈ છે ત્યારથી અમે દરેક સુનાવણી વખતે આશા રાખીએ છીએ કે તેને જામીન મળશે."

પરંતુ ભારતના આતંકવાદ વિરોધી કાયદા- યુએપીએ હેઠળના આરોપોમાં જામીન મેળવવા મુશ્કેલ હોય છે.