Breaking

यमन ने सऊदी अरब के सामने रखी अजीब शर्त, यमनियों की जाल में फंसा रियाज़...

Tuesday, 25 February 2025

સાયલા મામલતદાર કચેરીએ માતા-પુત્રએ કર્યો આત્મહત્યાનો પ્રયાસ

સાયલા મામલતદાર કચેરીએ માતા-પુત્રએ કર્યો આત્મહત્યાનો પ્રયાસ
 સુરેન્દ્રનગર જિલ્લાના સાયલામાં આવેલી મામલતદાર કચેરીએ થોરીયાળી ગામના માતા-પુત્રએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. આત્મહત્યાની ચીમકીના પગલે ચુસ્ત પોલીસ બંદોબસ્ત હોવા છતાં આ ઘટના ઘટી છે. 

થોરીયાળીના માતા-પુત્રએ કર્યો આત્મહત્યાનો પ્રયાસ 

સાયલા મામલતદાર કચેરીએ થોરીયાળીના માતા-પુત્રએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. માતા-પુત્રને સારવાર માટે પહેલા સાયલા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યાં હતા,  ત્યારબાદ વધુ સારવાર માટે સુરેન્દ્રનગર હોસ્પિટલ રીફર કરવામાં આવ્યા છે. 

થોરીયારી ગામના વ્યક્તિ દ્વારા અરજદાર પર સાથણીની જમીન મુદ્દે ધમકાવતા હોય તેમજ ખોટા લેન્ડ ગ્રેબિંગ કેસો કરતા હોય જેને લઇ જિલ્લા કલેકટર તેમજ પોલીસવડાને લેખિત રજૂઆત કરવામાં આવી હતી. આમ છતાં ન્યાય ન મળતા માતા-પુત્રએ આવું પગલું ભર્યું  છે.

ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે બની ઘટના 

ઉલ્લેખનીય છે કે આ અરજદાર માતા-પુત્રએ 25 ફેબ્રુઆરીએ આત્મહત્યા કરશે તેવી ચીમકી આપી હતી, જેના કારણે સાયલા મામલતદાર કચેરીએ ચુસ્ત પોલીસે બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને સાથે 108 એમ્બ્યુલન્સ સ્ટેન્ડબાય રાખવામાં આવી હતી. આમ છતાં આ ઘટના બનતા પોલીસ સામે સવાલો ઉઠી રહ્યાં છે. 

પહેલા આત્મવિલોપન નહીં કરવાની બાંહેધરી આપી હતી 

સાયલાના ઇન્ચાર્જ મામલતદારના જણાવ્યા પ્રમાણે આત્મહત્યા બાબતે અરજદાર સાથે તેમના પ્રશ્નોને લઇ હકારાત્મક નિકાલ કરવામાં આવશે તેવી લેખિત બાંહેધરી આપવામાં આવી હતી, સામે અરજદાર દ્વારા આત્મહત્યાની કોઈ જ પ્રવૃત્તિ નહીં કરવામાં આવે તેવી મામલતદારને લેખિત બાંહેધરી આપી હતી, આમ છતાં તેમણે આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે.