ભારતને દુનિયાના સૌથી મોટા બજારના રૂપે જોવામાં આવે છે. પરંતુ, એક લેટેસ્ટ રિપોર્ટ જણાવે છે કે, આ બજાર બહુ મોટું નથી અને તેમાં વિસ્તાર પણ નથી થઈ રહ્યો. જ્યારે, પણ વિદેશો સાથે ભારતના સંબંધ વિશે વાત કરવામાં આવે, તો પહેલાં કહેવામાં આવે છે કે, ભારતનું બજાર એટલું મોટું છે કે, તેની જરૂર બધાંને છે. જે દેશમાં લગભગ દોઢ અરબ લોકો રહે છે, તેને એક મોટા બજારના રૂપે જોવામાં આવે તે કુદરતી છે. પરંતુ, હાલમાં જ સામે આવેલાં રિપોર્ટ મુજબ, ભારતનું બજાર જેટલું મોટું દેખાય છે, તેટલું છે નહીં. દેશનો આર્થિક વિકાસ અમીરો સુધી સિમિત થઈ રહ્યો છે. જેનાથી આવકની અસમાનતા વધી રહી છે અને લાંબાગાળાની સ્થિરતા પર સવાલ ઊભા થઈ રહ્યાં છે. ભારતના વિકાસ દર સામે આ મોટો પડકાર છે.
ભારતની વસ્તી સામે ગ્રાહક વર્ગ ખૂબ નાનો
બ્લૂમ વેન્ચર્સના રિપોર્ટ અનુસાર, ભારતની વસ્તી ખૂબ જ વધારે છે. પરંતુ, અસલ ગ્રાહક વર્ગ નાનો છે. ફક્ત 13-14 કરોડ ભારતીય જ 'ગ્રાહક વર્ગ'માં આવે છે, જેની પાસે મૂળભૂત વસ્તુ સિવાય અન્ય ખર્ચ માટે પર્યાપ્ત પૈસા છે. આ સિવાય, 30 કરોડ લોકો ઉભરતા વર્ગમાં આવે છે પરંતુ, તેમનો ખર્ચ કરવાની ક્ષમતા સીમિત છે.
ભારતીય ગ્રાહકની ખર્ચ ક્ષમતામાં ઘટાડો
હાલમાં રજૂ કરવામાં આવેલાં ફાઇનાન્સ કંપની પરફિયોસ અને પીડબ્લ્યુસી ઈન્ડિયાના રિપોર્ટ અનુસાર, ભારતીય લોકો પોતાના જરૂરી ખર્ચ પર સૌથી વધારે પૈસા ખર્ચ કરે છે, જે તેમના કુલ ખર્ચનો 39 ટકા છે. ત્યારબાદ જરૂરી ખર્ચ પર 32 ટકા હોય છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે, ભારતીય ગ્રાહકે 2023માં પોતાના ખર્ચને 29 ટકા જ મૂળભૂત જરૂરિયાની બહાર ખર્ચ માટે રાખવામાં આવ્યું હતું, જેમાં ઓનલાઈન ગેમિંગનો ભાગ બહાર ખાવા અને ઓર્ડર કરવાની તુલનામાં થોડું વધારે હતું. એક શરૂઆતી સ્તર પર કમાવનારા વ્યક્તિએ મુસાફરી પર દર મહિને 776 રૂપિયા ખર્ચ કરે છે. જોકે, એક ઉચ્ચ આવક ધરાવનાર વ્યક્તિ 3,066 રૂપિયા ખર્ચ કરે છે. તેમાં ક્રેડિટ કાર્ડથી ચુકવણી સામેલ કરવામાં નથી આવ્યું, જેને લોકો ફ્લાઇટ ટિકિટ બુક કરવા માટે પસંદ કરે છે.
ઘટતી બચત અને વધતું દેવું ચિંતાનો વિષય
અમીર-ગરીબ વચ્ચે વધતું અંતર એટલા માટે ચિંતાનો વિષય છે કારણકે, ગ્રાહક વર્ગમાં વિસ્તાર નથી થઈ રહ્યો. આ સિવાય અમીર લોકો વધુ અમીર થઈ રહ્યાં છે. જેને 'સમૃદ્ધિનો ઉદય' કહેવામાં આવે છે. બ્લૂમ વેન્ચર્સનો રિપોર્ટ કહે છે કે, કંપની હવે સામાન્ય ગ્રાહકની બદલે મોંઘા ઉત્પાદનો પર ધ્યાન આપી રહ્યાં છે. લગ્ઝરી ઘર અને પ્રીમિયમ સ્માર્ટફોનનું વેચાણ વધી રહ્યું છે. જોકે, વાજબી ઘરોની ભાગીદારી પાંચ વર્ષોમાં 40 ટકાથી ઘટીને 18 ટકા રહી ગઈ છે. આ રિપોર્ટમાં ભારતની અંગ્રેજીના આકાર K-અક્ષરની આર્થિક રિકવરીનો પણ ઉલ્લેખ કર્યો છે. જેમાં અમીરોની સંપતિ વધી રહી છે. જોકે, ગરીબોની ખરીદ શક્તિમાં ઘટાડો થઈ રહ્યો છે. ભારતના ટોચના 10 ટકા લોકો પાસે હવે દેશની કુલ આવકનો 57.7 ટકા ભાગ છે. જોકે, 1990માં આ 34 ટકા હતો. વળી, નીચેના 50 ટકા લોકોની આવકનો ભાગ 22.2 ટકાથી ઘટીને 15 ટકા રહી ગયો છે. ઘટતી બચત અને વધતું દેવું ચિંતાનો વિષય છે. ભારતનો મધ્ય વર્ગ, જે ગ્રાહકવર્ગનો મુખ્ય ભાગ હતો, તે હવે સંઘર્ષ કરી રહ્યો છે. સ્થિર વેતન અને મોંઘવારીએ તેની આર્થિક સ્થિતિ કમજોર કરી દીધી છે. ગત 10 વર્ષમાં મધ્યમ વર્ગની વાસ્તવિક આવક અડધી થઈ ગઈ છે. જેનાથી બચતમાં પણ ઘટાડો થયો છે.