Breaking

यमन ने सऊदी अरब के सामने रखी अजीब शर्त, यमनियों की जाल में फंसा रियाज़...

Wednesday, 2 April 2025

પત્નીએ કાઠલો પકડ્યો અને સાસુએ પાઇપ ઝીંક્યો', ભાવનગરમાં પીડિત પતિ પોલીસ પાસે પહોંચ્યો 

પત્નીએ કાઠલો પકડ્યો અને સાસુએ પાઇપ ઝીંક્યો', ભાવનગરમાં પીડિત પતિ પોલીસ પાસે પહોંચ્યો 
ભાવનગરમાં એક પતિ પર તેની સાસુ અને પત્નીએ ગાળો ભાંડીને માર માર્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

ગુજરાતમાં ખાસ કરીને મહિલાઓને સાસરીયાઓનો ત્રાસ હોવાને પગલે સાસુ, સસરા, પતિ કે નણંદ સામે ફરિયાદ નોંધાતી હોય તેવા બનાવો વધું જોવા મળતા હોય છે. પરંતુ ભાવનગરમાં એક અલગ ઉલ્ટો બનાવ બન્યો છે. આ ફરિયાદમાં પત્નીએ નહી પણ પતિએ તેના સાસરીયા વિરુદ્ધ માર મારવાની ફરિયાદ નોંધાવી છે. જેમાં પતિને ગાળ આપવી, માર મારવો જેવા આક્ષેપો સાથે ફરિયાદ નોંધવામાં આવી છે.

પત્ની અને સાસુ સામે ફરિયાદ: ખાસ કરીને મહિલાઓ દ્વારા સાસરિયામાંથી ત્રાસ મળતા હોવાના મુદ્દે પોલીસ સ્ટેશનમાં ફરિયાદો નોંધાતી હોય છે. તેમજ આવા કિસ્સાઓ પ્રકાશમાં આવતા હોય છે. પરંતુ ભાવનગર શહેરના ગંગાજળિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદી રામભાઈ મંગાભાઈ ગોહિલે પોતાની પત્ની અને સાસુ સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદી ભાવનગર શહેરના રૂવાપરી રોડ ઉપર રહે છે અને પ્રાઇવેટ નોકરી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. જોકે, ફરિયાદી સાથે બનેલો બનાવ 30 માર્ચના રોજ બનવા પામ્યો હતો. ત્યારબાદ તેને ગંગાજળીયા પોલીસ સ્ટેશનમાં પત્ની અને સાસુ સામે ફરિયાદ નોંધાવી હતી.

ફરિયાદી રામભાઈ મંગાભાઈ ગોહિલે ફરિયાદમાં નોંધાવ્યું છે કે, 30 માર્ચના રોજ સવારે 11.00 કલાકે પોતાની પત્નીને રવિવાર હોવાથી તેના મમ્મી હીરાબેનના ઘરે કરચલીયાપરામાં આવેલા શિવનગરમાં મૂકવા ગયો હતો. ત્યારબાદ તેઓ જતા રહ્યા હતા. રાત્રી દરમિયાન પત્ની છાયાનો ફોન આવતા 10.15 કલાકે ફરિયાદી તેની પત્નીને તેડવા ગયા હતા. તેડવા જતા સાસુ હીરાબેન કહેવા લાગ્યા હતા કે, તું મારી દીકરીને કેમ સરખી રીતે રાખતો નથી. તેમ કહીને ઝઘડો કરવા લાગ્યા અને ઉગ્ર બોલાચાલી કરવા લાગ્યા હતા. આ દરમિયાન પત્ની છાયાએ કોલર પકડ્યો હતો અને સાસુ મારવા લાગ્યા હતા. પત્ની અને સાસુએ ગાળો ભાંડીને ઢીકા પાટૂનો મૂંઢમાર માર્યો હોવાનું ફરિયાદમાં નોંધાવ્યું છે.
ફરિયાદીએ ફરિયાદમાં નોંધાવ્યું છે કે, ફરિયાદી સાથે ઝઘડો કરીને માર માર્યો હતો. ફરિયાદી ઘરની બહાર નીકળવા જતા સાસુ હીરાબેને પાઇપ લઈને તેમને ડાબા હાથ ઉપર માર્યો હતો. જેથી તેમને હાથમાં દુખાવો થવા લાગ્યો હતો. બહાર નીકળીને ફરિયાદીએ પોતાના મિત્ર કાનજીભાઈ કાળુભાઈ બારૈયાને બોલાવી લીધા હતા અને ત્યારબાદ તેના સ્કૂટર ઉપર બેસીને સર ટી હોસ્પિટલ પહોંચ્યા હતા. ત્યાં ડાબા હાથમાં ફ્રેક્ચર આવ્યું હોવાનું તબીબે જણાવ્યું હતું. આમ પોલીસ ફરિયાદમાં પત્ની છાયાબેન રામભાઈ ધીરુભાઈ ચૌહાણ અને સાસુ હીરાબેન ધીરુભાઈ ચૌહાણ સામે પતિએ ગંગાજળિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.