Friday, 4 April 2025

ઈરાનનાં ગુપ્ત મિસાઇલ શહેરો કેવાં ખતરનાક દેખાય છે, અહીં કેટલી મિસાઇલો છે અને તેની પહોંચ ક્યાં સુધીની છે?

ઈરાનનાં ગુપ્ત મિસાઇલ શહેરો કેવાં ખતરનાક દેખાય છે, અહીં કેટલી મિસાઇલો છે અને તેની પહોંચ ક્યાં સુધીની છે?

ઈરાને તાજેતરમાં એક નવા ગુપ્ત બંકરની જાહેરાત કરી હતી. આ ગુપ્ત બન્કરમાં મિસાઇલો રાખવામાં આવી છે.

"આપણે આજથી શરૂ કરીને દર અઠવાડિયે એક-એક રૉકેટ સિટીનું અનાવરણ શરૂ કરીએ તો એ કામ બે વર્ષે પણ પૂર્ણ નહીં થાય. એટલાં બધાં છે."

આ શબ્દો સાથે ઈરાને તાજેતરમાં એક નવા ગુપ્ત બંકરની જાહેરાત કરી હતી. એ બન્કરમાં મિસાઇલો રાખવામાં આવી છે અને તેનો ઉપયોગ ઇઝરાયલ તથા અમેરિકા જેવા દેશોના આક્રમણ સામે બદલો લેવા માટે થઈ શકે છે.

અમેરિકાએ ઈરાન અને યમન નજીક આવેલા લશ્કરી થાણા પર વધારાનાં છ યુદ્ધવિમાનો ગયા અઠવાડિયે તહેનાત કર્યા હોવાનું કહેવાય છે. એ વિમાનો સ્ટીલ્થ ટૅક્નૉલૉજીથી સજ્જ છે અને અમેરિકાના સૌથી વજનદાર બૉમ્બ વહન કરવાની ક્ષમતા ધરાવે છે, એમ અમેરિકન અધિકારીઓએ રૉયટર્સ ન્યૂઝ એજન્સીને પોતાનું નામ ગુપ્ત રાખવાની શરતે જણાવ્યું હતું.

ઈરાને પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે આ ક્ષેત્રમાં અમેરિકાની મોટી લશ્કરી હાજરીનો અર્થ એ છે કે તેઓ 'કાચના ઓરડામાં બેઠા છે' અને તેમણે 'બીજાઓ પર પથ્થરમારો ન કરવો જોઈએ.'

ઈરાને હિન્દ મહાસાગરમાંના બ્રિટિશ પ્રદેશ ડિએગો ગાર્સિયા ટાપુના લશ્કરી થાણા પર બૉમ્બ ફેંકવાની ધમકી પણ આપી છે.

આ ટાપુ મોરેશિયસને પરત સોંપવાની પ્રક્રિયા ચાલી રહી છે. જોકે, આ કોઈ નવી વાત નથી. તેણે અગાઉ પણ આવું કહ્યું હતું.

સવાલ એ છે કે આ કહેવાતા 'મિસાઇલ શહેરો' ખરેખર શું છે? ઈરાન તેની ક્ષમતા હવે શા માટે જાહેર કરી રહ્યું છે અને મધ્ય પૂર્વમાં સંભવિત સંઘર્ષના સંદર્ભમાં તેનો અર્થ શું થાય?
ઈરાનનાં 'મિસાઇલ શહેરો' શું છે?
મિસાઇલ શહેરો ઈરાનના લશ્કરી દળ – ઈરાન રિવૉલ્યુશનરી ગાર્ડ કૉર્પ્સ (આઈઆરજીસી) દ્વારા મોટા ભૂગર્ભ મિસાઇલ થાણાનું વર્ણન કરવા માટે ઉપયોગમાં લેવાતો શબ્દ છે.

મિસાઇલ શહેરો ઈરાનના લશ્કરી દળ – ઈરાન રિવૉલ્યુશનરી ગાર્ડ કૉર્પ્સ (આઈઆરજીસી) દ્વારા મોટા ભૂગર્ભ મિસાઇલ થાણાનું વર્ણન કરવા માટે ઉપયોગમાં લેવાતો શબ્દ છે.

આ બેઝ દેશભરમાં વિશાળ, ઊંડી અને એકમેકની સાથે જોડાયેલી ટનલની શ્રેણી છે. તે મુખ્યત્વે પર્વતીય, વ્યૂહાત્મક વિસ્તારોમાં હોય છે.

તેનો ઉપયોગ બૅલિસ્ટિક તથા ક્રૂઝ મિસાઈલો અને ડ્રૉન તથા હવાઈ સંરક્ષણ પ્રણાલી જેવાં અન્ય વ્યૂહાત્મક શસ્ત્રોનો સંગ્રહ કરવા અને તેને લૉન્ચ કરવા માટે થાય છે.

આઈઆરજીસીના કમાન્ડરોના મતે, આ મિસાઇલ શહેરો ફક્ત મિસાઇલ સ્ટોરેજ સાઈટ્સ નથી, પરંતુ એ પૈકીનાં કેટલાંક તો 'મિસાઇલ્સ કાર્યરત થાય તે પહેલાં તેનાં ઉત્પાદન અને તૈયારીનાં' કારખાનાં પણ છે.

આ મિસાઇલ બેઝનું ચોક્કસ સ્થળ અજ્ઞાત છે અને તે સત્તાવાર રીતે ક્યારેય જાહેર કરવામાં આવ્યું નથી.

આઈઆરજીસીના ઍરૉસ્પેસ ફોર્સના કમાન્ડર બ્રિગેડિયર જનરલ અમીર અલી હાજીઝાદેહે સરકારી આઈઆરઆઈબી ઈરાની બ્રૉડકાસ્ટિંગ કૉર્પોરેશન સાથેની મુલાકાતમાં એક વીડિયોમાં નવીનતમ 'મિસાઈલ સિટી' પ્રદર્શિત કર્યું હતું. તેમાં ભૂગર્ભમાં બૅલિસ્ટિક મિસાઇલ્સ અને આત્મઘાતી ડ્રૉન હોવાનું દર્શાવવામાં આવ્યું હતું.

આ અત્યારે શા માટે પ્રદર્શિત કરવામાં આવી રહ્યું છે તેના એક સંકેત તરીકે સરકારી મીડિયાએ જણાવ્યું હતું કે તેહરાન આ શસ્ત્રોનો ઉપયોગ "ઈરાન સામેની કોઈપણ પ્રતિકૂળ કાર્યવાહી"નો બદલો લેવા માટે કરશે.

ઈરાન કહે છે, "ઈરાન પર પ્રદેશના કોઈપણ લશ્કરી થાણાથી અથવા ઈરાની મિસાઇલોની રેન્જમાં હુમલો કરવામાં આવશે તો બ્રિટિશ કે અમેરિકન દળોને નિશાન બનાવવામાં કોઈ ભેદભાવ રાખવામાં આવશે નહીં."

મોટી સંખ્યામાં મિસાઇલ, ડ્રૉન અને સંરક્ષણ પ્રણાલી સંગ્રહિત કરતી ભૂગર્ભ ટનલની છબીઓ છેલ્લાં દસ વર્ષમાં આઈઆરજીસીએ પ્રસંગોપાત પ્રકાશિત કરી છે અને તેને "ગુપ્ત મિસાઇલ સિટી" તરીકે ઓળખાવી છે.

અમેરિકા અને ઇઝરાયલ માટે આ કેટલું ખતરનાક છે?

ઈરાન પોતે શું કરી શકે છે એ દેખાડીને ઇઝરાયલ તથા અમેરિકાના વધુ હુમલાઓ ખાળવાના પ્રયાસ કરી રહ્યું છે.

તાજેતરના ફૂટેજમાં ખૈબર શેકન, હજ કાસેમ, ઇમાદ, સેજિલ, કાદર-એચ અને પાવેહ ક્રૂઝ મિસાઇલો દર્શાવવામાં આવી છે.

ઈરાન 2,000 કિલોમીટર દૂર સુધીના દેશોને નિશાન બનાવી શકે છે. તાજુ ઉદાહરણ ઇઝરાયલ પર હુમલો 

એમાદ બૅલિસ્ટિક મિસાઇલ એપ્રિલ 2024માં ઇઝરાયલ પરના હુમલામાં ઉપયોગમાં લેવાયેલી મિસાઇલો પૈકીની એક છે. તેને કારણે મધ્ય ઇઝરાયલમાંના નવાતિમ ઍરબેઝને ભયંકર નુકસાન થયું હતું.
અલબત, ઈરાની મિસાઇલ્સની રેન્જ અને મારક ક્ષમતા બાબતે શંકા છે. તેમાં ડિએગો ગાર્સિયામાંના અમેરિકન લશ્કરી થાણા સુધી પહોંચવામાં સક્ષમ હોવાનો દાવો એક સૂચક બાબત છે.

બ્રિટન અને અમેરિકાનું એ સંયુક્ત લશ્કરી થાણું 1970ના દાયકાના આરંભથી જ ત્યાં કાર્યરત છે, પરંતુ એ બેઝ સારી રીતે સુરક્ષિત છે અને ઈરાનની નજીકના કેન્દ્રથી 3,800 કિલોમીટર દૂર છે.

ઈરાને આ અઠવાડિયે દાવો કર્યો હતો કે તેનાં શાહેદ 136 બી ડ્રૉન 4,000 કિલોમીટર સુધી પહોંચી શકે છે. 

ઈરાન પાસે હાલમાં 2,000 કિલોમીટરથી વધુની રેન્જ ધરાવતી મિસાઇલો નથી એવું લાગે છે ત્યારે સૈદ્ધાંતિક રીતે એ ટાપુ સુધી પહોંચવાના અન્ય માર્ગો છે. તેમાં નૌકાદળની અસ્કયામતોનો ઉપયોગ અથવા વર્તમાન રૉકેટ સિસ્ટમમાં ફેરફારનો સમાવેશ થાય છે.

મધ્ય-પૂર્વમાં પહેલાંથી જ અમેરિકાની શસ્ત્ર ક્ષમતા નોંધપાત્ર પ્રમાણમાં છે અને તેની પાસે ટૂંક સમયમાં આ ક્ષેત્રમાં બે વિમાનવાહક જહાજો પણ હશે.

નીચેની સેટેલાઈટ ઇમેજ ડિએગો ગાર્સિયામાં બી-2 સ્ટીલ્થ બૉમ્બર્સ દર્શાવે છે. તેનો ઉપયોગ યમનમાં હુતી લડવૈયાઓ પર અમેરિકાએ તાજેતરમાં હાથ ધરેલા બૉમ્બમારા અભિયાનમાં કરવામાં આવ્યો હતો. જેમા યમને એકને આસાન ટાર્ગેટ કર્યુ હતુ 

પેન્ટાગોનના પ્રવક્તા સીન પાર્નેલે આ અઠવાડિયે એક નિવેદનમાં જણાવ્યું હતું, "ઈરાન અથવા તેના મળતિયાઓ આ ક્ષેત્રમાં અમેરિકન દળો અથવા હિત માટે જોખમ સર્જશે તો અમેરિકા તેના લોકોનું રક્ષણ કરવા માટે નિર્ણાયક પગલાં લેશે."

કેટલાં બી-2 ડિએગો ગાર્સિયા પહોંચ્યાં છે, તે જણાવવાનો અમેરિકન લશ્કરના સ્ટ્રેટેજિક કમાન્ડે ઇનકાર કર્યો હતો અને જણાવ્યું હતું કે તેમાં સામેલ કવાયત કે કામગીરી બાબતે અમે કોઈ ટિપ્પણી કરતા નથી.

અમેરિકન ઍરફોર્સના કાફલામાં માત્ર 20 બી-ટુ પ્લેન છે. તેથી તેનો ઉપયોગ બહુ વિચારપૂર્વક કરવામાં આવે છે.
ઈરાન, અમેરિકા અને ઇઝરાયલ વચ્ચે ત્રણ મુદ્દે તણાવ વધી રહ્યો છે ત્યારે લેટેસ્ટ ફૂટેજ બહાર આવ્યું છે.

એ ત્રણ મુદ્દાઓમાં ઈરાન સમર્થિત હુતી બળવાખોરોનો ખતરો, ઈરાનના પરમાણુ કાર્યક્રમ સંબંધી વાટાઘાટ અને લેબનોનમાં ઈરાન સમર્થિત હિઝબુલ્લાહ જૂથને નબળું પાડવા માટે ઇઝરાયલ તરફથી વધુ હુમલાનો સમાવેશ થાય છે.

તહેરાન તેના પરમાણુ કાર્યક્રમ બાબતે વૉશિંગ્ટન સાથે કરાર નહીં કરે તો ઈરાન પર બૉમ્બમારો કરવાની અને સેકન્ડરી ટેરિફ લાદવાની ધમકી અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે રવિવારે આપી હતી. જ્યારે ઈરાને જડબાતોડ જવાબ આપવાની ખાતરી આપીછે 

આ વાત, ઈરાન અને ઇઝરાયલ વચ્ચેના ગયા વર્ષના લશ્કરી સંઘર્ષને પગલે પણ બહાર આવી છે.

આ નવી આઈઆરજીસી મિસાઇલ સાઇટના અનાવરણનો હેતુ ઈરાન બળથી બદલો લઈ શકે છે, એ પ્રકારના મૅસેજ પર ભાર મુકવાનો છે.

ઈરાન સતત કહેતું રહ્યું છે કે તે ઇઝરાયલ પર હુમલો કરવા ત્રીજું ઑપરેશન હાથ ધરશે. જોકે, આવું ન કરવાનું દબાણ તેના પર સતત રહ્યું છે.

ભૂગર્ભમાં મિસાઇલ શહેરો બનાવવાનો હેતુ હવાઈ હુમલાઓ સામે ટકી રહેવાની ક્ષમતા તથા પ્રતિકાર ક્ષમતા વધારવાનો તેમજ પ્રતિરોધકતા જાળવી રાખવાનો છે.

આ મિસાઇલ શહેરો વિકસાવવાથી ઈરાન, અમેરિકા અને ઇઝરાયલને એ બતાવી શક્યું છે કે જો તેના પર જમીનથી હુમલો કરવામાં આવશે તો તે વળતો પ્રહાર કરી શકે છે.

આવા બેઝ મારફત અજાણ્યા સ્થળેથી મિસાઇલો છોડી શકાય છે અને ઈરાનની ક્ષમતાને નાથવામાં દુશ્મન ગૂંચવાઈ શકે છે!