Breaking

यमन ने सऊदी अरब के सामने रखी अजीब शर्त, यमनियों की जाल में फंसा रियाज़...

Saturday, 28 June 2025

‘હું કરગરી, પગ પકડ્યાં, પણ ત્રણેયે મારી ન સાંભળી’, કોલકાતા સામૂહિક દુષ્કર્મ પીડિતાની આપવીતી

‘હું કરગરી, પગ પકડ્યાં, પણ ત્રણેયે મારી ન સાંભળી’, કોલકાતા સામૂહિક દુષ્કર્મ પીડિતાની આપવીતી
કોલકાતાની સાઉથ કલકત્તા લૉ કોલેજની 24 વર્ષીય વિદ્યાર્થિનીએ ત્રણ શખ્સો પર સામૂહિક દુષ્કર્મનો આરોપ લગાવ્યો છે. પીડિતાનો દાવો છે કે, મુખ્ય આરોપી 31 વર્ષીય મનોજીત મિશ્રા, જે તૃણમૂલ કોંગ્રેસ વિદ્યાર્થી પરિષદ (TMCP)ના જિલ્લા મહાસચિવ અને કોલેજના પૂર્વ વિદ્યાર્થી છે, તેણે લગ્નનો પ્રસ્તાવ નકારવાના કારણે આ ઘટનાને અંજામ આપ્યો. ફરિયાદમાં પીડિતાએ ગંભીર આરોપો લગાવ્યા છે. ફોરેન્સિક ટીમ ઘટનાસ્થળની મુલાકાત લઈ રહી છે અને નમૂના એકત્ર કરી રહી છે. **લગ્નનો પ્રસ્તાવ નકારતાં આરોપી ગુસ્સે થયો** પીડિતાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું, “મનોજીત મિશ્રાએ મારા પર લગ્નનું દબાણ કર્યું, પરંતુ મેં નકારી દીધું કારણ કે હું પહેલેથી રિલેશનશિપમાં હતી. તેણે મને ધમકી આપી કે મારા બોયફ્રેન્ડને નુકસાન પહોંચાડશે અને તેના માતા-પિતાને ખોટા કેસમાં ફસાવશે.” **ત્રણ આરોપીઓ સામેલ** ફરિયાદ મુજબ, 25 જૂને મનોજીત મિશ્રા (31), ફર્સ્ટ યરનો વિદ્યાર્થી ઝૈબ અહેમદ (19), અને પ્રમિત મુખર્જી (20)એ પીડિતાને કોલેજના એક રૂમમાં બળજબરીથી બંધ કરી. તેની સાથે મારપીટ કરી અને યૌન શોષણના ઈરાદાથી દુષ્કર્મનો પ્રયાસ કર્યો. **‘રડી, કરગરી, પણ આરોપીઓએ ન સાંભળી’** પીડિતાએ જણાવ્યું, “મેં ખૂબ વિરોધ કર્યો, પણ આરોપીઓએ મને ધક્કો મારી દીધો. હું રડી, વારંવાર જવા દેવાની વિનંતી કરી, પણ તેઓએ ન માન્યું. મેં મનોજીતના પગે પડીને વિનંતી કરી, પરંતુ તેણે મને ગાર્ડ રૂમમાં લઈ જઈને દુષ્કર્મ કર્યું.” **વીડિયો બનાવી ધમકી, ગાર્ડ મૂકદર્શક બની રહ્યો** પીડિતાનો આરોપ છે કે, મનોજીતે દુષ્કર્મ બાદ વીડિયો બનાવ્યો અને ધમકી આપી કે, જો કોઈને જણાવ્યું તો વીડિયો જાહેર કરશે. તેણે હૉકી સ્ટિકથી હુમલો કરવાનો પ્રયાસ પણ કર્યો. પીડિતાને ગભરાટને કારણે શ્વાસ લેવામાં તકલીફ થઈ, પરંતુ ગાર્ડે મદદ ન કરી અને કોલેજનો મુખ્ય દરવાજો બંધ હતો. **રાજકીય દબાણ** ફરિયાદ મુજબ, ઘટના પહેલાં પીડિતાને 7 લોકો સાથે વિદ્યાર્થી સંઘના રૂમમાં બોલાવવામાં આવી હતી, જ્યાં મનોજીતે પોતાની શક્તિ અને યુનિટ વિશે વાત કરી. પ્રમિત મુખર્જીએ પીડિતાને યુનિટ પ્રત્યે વફાદારી પૂછી, અને તેને ગર્લ્સ સેક્રેટરી નિયુક્ત કરવામાં આવી. **આરોપીઓની ધરપકડ** આ ઘટના 25 જૂનની સાંજે 7:30થી રાત્રે 10:50 સુધી બની. પીડિતા પરીક્ષા ફોર્મ ભરવા બપોરે 12 વાગ્યે કોલેજ આવી હતી. આરોપીઓએ મુખ્ય દરવાજો બંધ કરાવીને ગુનો આચર્યો. કસ્બા પોલીસે ત્રણેય આરોપીઓ—મનોજીત મિશ્રા, ઝૈબ અહેમદ (26 જૂને ઝડપાયા), અને પ્રમિત મુખર્જી (27 જૂને ઝડપાયો)—ની ધરપકડ કરી. તેમના મોબાઇલ ફોન જપ્ત કરાયા છે.