Breaking

यमन ने सऊदी अरब के सामने रखी अजीब शर्त, यमनियों की जाल में फंसा रियाज़...

Saturday, 16 August 2025

મુંદરા પોર્ટ પર ડીઝલ દાણચોરીનો પર્દાફાશ: 14 કરોડનું 2,350 મેટ્રિક ટન ડીઝલ જપ્ત

મુંદરા પોર્ટ પર ડીઝલ દાણચોરીનો પર્દાફાશ: 14 કરોડનું 2,350 મેટ્રિક ટન ડીઝલ જપ્ત
ભુજ: મુંબઈ સ્થિત ડિરેક્ટોરેટ ઓફ રેવેન્યુ ઇન્ટેલિજન્સ (DRI)એ મુંદરા અદાણી બંદર ખાતે દુબઈથી આવેલા 124થી વધુ કન્ટેનરોને અટકાવી તપાસ હાથ ધરી હતી. આ કન્ટેનરોમાં હેવી એરોમેટિક ઓઈલ (MHO)ના નામે હાઈસ્પીડ ડીઝલની દાણચોરી થઈ હોવાનું બહાર આવ્યું. વડોદરાની FSL લેબોરેટરીમાં નમૂનાઓની તપાસ બાદ ડીઝલ હોવાનું નિષ્કર્ષ નીકળતાં, DRIએ આયાતકાર કંપની GKNના ડિરેક્ટર શ્રીનિવાસનની ધરપકડ કરી.


આ કૌભાંડમાં 2,350 મેટ્રિક ટન ડીઝલ જપ્ત કરાયું, જેની અંદાજિત કિંમત 14 કરોડ રૂપિયા છે. ધરપકડ બાદ આરોપીને મુંદરા કોર્ટમાં રજૂ કરી જેલમાં મોકલવામાં આવ્યો. આ શખ્સની કંપની દર મહિને 10,000 મેટ્રિક ટનથી વધુ ડીઝલની આયાત કરતી હતી. આ ડીઝલ ફ્લેક્સી બલૂન (ફુગ્ગા)માં ભરીને કન્ટેનરોમાં લાવવામાં આવતું હતું, જેનું હેન્ડલિંગ કરવાની મોટાભાગના CFS (કન્ટેનર ફ્રેઈટ સ્ટેશન) પાસે પરવાનગી નથી. છતાં આવા કન્ટેનરો બેફામ લાવવામાં આવતા હતા.

અગાઉ પણ મુંદરા પોર્ટ પર આવા કન્ટેનરોમાંથી જ્વલનશીલ ઓઈલનો રિસાવ થયો હતો, પરંતુ કસ્ટમ વિભાગે કોઈ કાર્યવાહી કરી ન હતી. વધુમાં, પ્રાગપર નજીક એક અકસ્માતમાં આવા કન્ટેનરમાંથી જ્વલનશીલ ઓઈલ રસ્તા પર ઢોળાયું હતું.

 મુંદરા કમિશનરે ફ્લેક્સી બલૂનમાં ઓઈલ ભરીને કન્ટેનરો લાવવા પર પ્રતિબંધ મૂક્યો હોવા છતાં, આવા કન્ટેનરોનું આગમન ચાલુ છે, જે ગંભીર પ્રશ્નો ઉભા કરે છે.