Breaking

यमन ने सऊदी अरब के सामने रखी अजीब शर्त, यमनियों की जाल में फंसा रियाज़...

Saturday, 9 August 2025

ટૅરિફ-વૉર : ભારતે અમેરિકાનાં ૬ બોઇંગ P-8I વિમાનોની ખરીદી અટકાવી દીધી

ટૅરિફ-વૉર : ભારતે અમેરિકાનાં ૬ બોઇંગ P-8I વિમાનોની ખરીદી અટકાવી દીધી
સંરક્ષણખર્ચની વ્યૂહાત્મક સમીક્ષાને ટાંકીને લીધો નિર્ણય : દરિયાઈ વિસ્તારમાં નિરીક્ષણ માટે નૌકાદળને આ વિમાનોની જરૂર છે : હાલ સોદો સ્થગિત, પણ રદ નથી કરવામાં આવ્યો

ભારતીય નિકાસ પર અમેરિકા દ્વારા આશરે ૫૦ ટકા ટૅરિફ લાદવાને કારણે ભારતે અમેરિકા પાસેથી ખરીદવામાં આવનારાં ૬ વધારાનાં બોઇંગ P-81 દરિયાઈ પેટ્રોલ વિમાનોની ખરીદીને સ્થગિત કરી દીધી છે. વિમાનોની કિંમતમાં એકાએક વધારો, ભૂરાજકીય અસ્થિરતા અને વ્યૂહાત્મક સ્વાયત્તતા વગેરે કારણો આપીને ભારતે આ નિર્ણય કર્યો છે. આ હાઈ-વૅલ્યુ સંરક્ષણસોદાને વ્યાપક સમીક્ષા બાદ સ્થગિત કરવામાં આવ્યો છે. પ્રસ્તાવિત સોદો નિશ્ચિતપણે રદ કરવામાં આવ્યો નથી, પણ એ અટકાવી દેવામાં આવ્યો છે.