Breaking

यमन ने सऊदी अरब के सामने रखी अजीब शर्त, यमनियों की जाल में फंसा रियाज़...

Monday, 25 August 2025

યુએસ છોડી ઈન્ડિયા પાછો આવીને પસ્તાઈ રહ્યો છું…’: એક US રિટર્ન NRIનો કડવો અનુભવ

યુએસ છોડી ઈન્ડિયા પાછો આવીને પસ્તાઈ રહ્યો છું…’: એક US રિટર્ન NRIનો કડવો અનુભવ
અમેરિકામાં સોશિયલ લાઈફનો અભાવ ઘણા લોકોને ઈન્ડિયા પાછા ફરવા પ્રેરે છે, પરંતુ 2019માં ઈન્ડિયા પાછો આવેલા એક US રિટર્ન NRIએ રેડિટ પર પોતાનો પસ્તાવો વ્યક્ત કર્યો છે. આ વ્યક્તિએ અમેરિકા છોડી ઈન્ડિયા આવવાના નિર્ણયને અયોગ્ય ગણાવ્યો અને તેનાથી થયેલા નુકસાનની વિગતો શેર કરી. 

કોવિડ દરમિયાન ICUની બહાર સાત દિવસની રાહ

કોવિડ પેન્ડેમિક દરમિયાન આ વ્યક્તિને ભયાનક અનુભવ થયો. ICUમાં બેડ ન હોવાથી તે સાત દિવસ બહાર રાહ જોતો રહ્યો. ડોક્ટરે કહ્યું કે બેડ ત્યારે જ મળશે જો કોઈ પેશન્ટનું મોત થાય. આ અનુભવે તેને ઈન્ડિયાની મેડિકલ સિસ્ટમની ખામીઓનો કડવો અહેસાસ કરાવ્યો. 

1.6 મિલિયન ડોલરનું નુકસાન


2013માં 8.70 લાખ ડોલરમાં ખરીદેલું અમેરિકાનું મકાન 2019માં 1.4 મિલિયન ડોલરમાં વેચ્યું, જેને તે સારો પ્રોફિટ ગણતો હતો. પરંતુ બે વર્ષમાં તે મકાનની કિંમત 3 મિલિયન ડોલર થઈ, એટલે ઉતાવળે ઈન્ડિયા આવવાના નિર્ણયથી તેને 1.6 મિલિયન ડોલરનું નુકસાન થયું.

 ઈન્ડિયામાં લક્ઝરી લાઈફ માટે 2 મિલિયન ડોલર જરૂરી 

 આ વ્યક્તિને લાગ્યું કે 7 લાખ ડોલરથી ઈન્ડિયામાં સારી જિંદગી જીવાશે, પરંતુ રૂપિયાનું અવમૂલ્યન અને ફુગાવાને કારણે હવે તે માને છે કે ‘US રિટર્ન’ તરીકે લક્ઝરી લાઈફ માટે ઓછામાં ઓછા 2 મિલિયન ડોલર જોઈએ.

ઈન્ડિયામાં રોજિંદી મુશ્કેલીઓ ટ્રાફિકનો અભાવ

રસ્તાઓ પર ટ્રાફિક ડિસિપ્લિન નથી. બાઈકવાળા, રિક્ષાવાળા કે ડ્રંક ડ્રાઈવર્સ બેફામ રીતે વાહન ચલાવે છે. 10 કિલોમીટરનું અંતર કાપવામાં કલાકો લાગે છે. 

ઈન્ફ્રાસ્ટ્રક્ચરની ખરાબ હાલત 

ખાડાવાળા રસ્તા, પાણીથી ભરેલા માર્ગો અને સતત ખોદકામથી મુશ્કેલીઓ વધે છે. મોલ્સ અને બિલ્ડિંગમાં ફાયર સેફ્ટીનો અભાવ છે. 

સરકારી કામમાં ભ્રષ્ટાચાર

સરકારી કામો માટે લાંચ આપવી પડે છે. લોકો લાઈન તોડે છે, ધક્કામુક્કી કરે છે અને બીજાના નુકસાનની ચિંતા નથી કરતા. આ વ્યક્તિનો અનુભવ દર્શાવે છે કે ઈન્ડિયા પાછા ફરવાનો નિર્ણય લેતા પહેલા નાણાકીય, સામાજિક અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરની પરિસ્થિતિઓનું ઊંડું વિશ્લેષણ જરૂરી છે.