Breaking

यमन ने सऊदी अरब के सामने रखी अजीब शर्त, यमनियों की जाल में फंसा रियाज़...

Tuesday, 6 January 2026

અમદાવાદમાં દાદાના બુલડોઝરના પીળો પંજો: કાલુપુર-અસારવામાં ગેરકાયદેસર બાંધકામો પર કડક કાર્યવાહી, જાહેર રસ્તાઓ ફરી ખુલ્લા!

અમદાવાદમાં દાદાના બુલડોઝરના પીળો પંજો: કાલુપુર-અસારવામાં ગેરકાયદેસર બાંધકામો પર કડક કાર્યવાહી, જાહેર રસ્તાઓ ફરી ખુલ્લા!
Friday World January 7,2026
અમદાવાદ શહેરમાં ગેરકાયદેસર બાંધકામો અને રસ્તા પરના દબાણો સામે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) એકવાર ફરી કડક મુદ્દાઈ બની રહ્યું છે. તાજેતરમાં મધ્ય ઝોનના કાલુપુર અને અસારવા વિસ્તારોમાં બુલડોઝર એક્શન દ્વારા અનેક ગેરકાયદેસર બાંધકામોને જમીનદોસ્ત કરવામાં આવ્યા છે, જેથી જાહેર માર્ગો અને ટ્રાફિકની વ્યવસ્થા સુધ
રી છે. 

કાલુપુરમાં વેપારીઓના દબાણ પર દાદા નો પીળૉ પંજો ફરી વળ્યો 

  ખાડિયા વોર્ડના મીરઘાવાડથી પાંચકુવા દરવાજા અને સાઉથ રેવડી બજાર રોડ પર આવેલા ગ્રાઉન્ડ ફ્લોર પર અંદાજે 4200 ચોરસ ફૂટમાં ફેલાયેલી 7 કોમર્શિયલ દુકાનો ગેરકાયદેસર રીતે બાંધવામાં આવી હતી. આ દુકાનોએ રસ્તા પર દબાણ કરીને વેપાર ચલાવ્યો હતો. AMC દ્વારા અનેક વખત નોટિસ આપવા છતાં આ દબાણો દૂર કરવામાં આવ્યા ન હતા. આખરે પોલીસ બંદોબસ્ત હેઠળ મ્યુનિસિપલ સ્ટાફ, બ્રેકર મશીન, ગેસ કટર અને ખાનગી મજૂરોની ટીમે આ તમામ બાંધકામોને તોડી પાડ્યા. આ કાર્યવાહીથી વિસ્તારના રહેવાસીઓ અને વાહનચાલકોને મોટી રાહત મળી છે. 

અસારવામાં ઔદ્યોગિક શેડ પર બુલડોઝરની ધમાકેદાર કાર્યવાહી શાહીબાગ વોર્ડના અસારવા વિસ્તારમાં આવેલા અભિષેક એસ્ટેટ વિભાગ-1માં TP સ્કીમ નં. 8ના ફાઇનલ પ્લોટ નં. 130+131 પર બીજા માળે અંદાજે 5000 ચોરસ ફૂટમાં 5 ઔદ્યોગિક શેડ ગેરકાયદેસર રીતે ઊભા કરાયા હતા. GMC એક્ટની કલમ હેઠળ નોટિસ જારી કરવા છતાં બાંધકામ દૂર ન કરાતા, તંત્રએ કડક પગલાં લીધાં. આજે બુલડોઝર ફરી વળ્યું અને તમામ શેડ જમીનદોસ્ત થઈ ગયા. આથી વિસ્તારમાં ખુલ્લી જગ્યા વધી અને શહેરી વિકાસને નવું બળ મળ્યું. 

AMCની કાર્યવાહીનો હેતુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મધ્ય ઝોનમાં ગીચ વિસ્તારોમાં ગેરકાયદેસર બાંધકામો અને દબાણોને કારણે ટ્રાફિક જામ, સ્વચ્છતા અને સુરક્ષાની સમસ્યાઓ વધી રહી હતી. નોટિસ આપ્યા બાદ પણ સ્વૈચ્છિક રીતે દબાણો દૂર ન થતા, તંત્રએ બુલડોઝરનો સહારો લીધો. આ કાર્યવાહી શહેરના નિયમિત વિકાસ અને નાગરિકોની સુવિધા માટે જરૂરી છે. 

આ એક્શનથી એક તરફ ગેરકાયદેસર બાંધકામોને રોકવાનો સંદેશો મળ્યો છે તો બીજી તરફ શહેરના રહેવાસીઓને ખુલ્લી હવા અને સરળ વાહનવ્યવહારની આશા જાગી છે. AMCની આવી કડકતા ભવિષ્યમાં પણ ચાલુ રહેશે તેવી અપેક્ષા છે! 

Sajjadali Nayani ✍
 Friday World January 7,2026