Breaking

यमन ने सऊदी अरब के सामने रखी अजीब शर्त, यमनियों की जाल में फंसा रियाज़...

Monday, 20 April 2026

2023 મહિલા અનામત બિલનો તાત્કાલિક અમલ જરૂરી : મુકુલ વાસનિક અને અમિત ચાવડા

2023 મહિલા અનામત બિલનો તાત્કાલિક અમલ જરૂરી : મુકુલ વાસનિક અને અમિત ચાવડા
-Friday World-April 20,2026
2023માં પસાર થયેલા મહિલા અનામત બિલને તાત્કાલિક અમલ કરવામાં આવે : શ્રી મુકુલ વાસનિકજી
•             મહિલા અનામત બિલમાં SC, ST અને OBC વર્ગને પણ યોગ્ય અનામત આપવામાં આવે : શ્રી મુકુલ વાસનિકજી
•             મહિલા અનામત બિલના નામે રાજકીય લાભ લેવા અને દેશનું ધ્યાન ભટકાવવાનો પ્રયાસ : શ્રી અમિત ચાવડા
•             મહિલા સશક્તિકરણ અને નારી સન્માનની શરૂઆત ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે કરી : શ્રી અમિત ચાવડા
 
વડોદરામાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ માનનીય શ્રી અમિતભાઈ ચાવડાએ પ્રેસ મીડિયાને સંબોધન કરતા જણાવ્યું હતું કે,એક તરફ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓનો માહોલ છે અને બીજી તરફ દેશની સામાન્ય પ્રજા મોંઘવારી, બેરોજગારી અને આર્થિક મુશ્કેલીઓથી ત્રસ્ત બની ગઈ છે. નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વવાળી ભાજપ સરકાર દરેક મોરચે નિષ્ફળ સાબિત થઈ છે. રૂપિયો નબળો પડી રહ્યો છે, વિદેશ નીતિ અસરકારક રહી નથી અને સામાન્ય લોકો માટે જીવન ચલાવવું મુશ્કેલ બન્યું છે. આવી ગંભીર પરિસ્થિતિ વચ્ચે સરકાર મૂળ પ્રશ્નોનો ઉકેલ લાવવા બદલે મહિલા અનામત બિલના નામે રાજકીય લાભ લેવા અને દેશનું ધ્યાન ભટકાવવાનો પ્રયાસ કરી રહી છે.
અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના વરિષ્ઠ મહામંત્રી,ગુજરાત કોંગ્રેસના પ્રભારી અને સાંસદશ્રી મુકુલ વાસનિકજીએ જણાવ્યું હતું કે,કોંગ્રેસ પાર્ટી સ્પષ્ટપણે કહે છે કે મહિલાઓના સશક્તિકરણ માટેનો સાચો ઐતિહાસિક અને પ્રગતિશીલ પ્રયાસ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો છે. સરોજીની નાયડુને 1925માં કોંગ્રેસના અધ્યક્ષ બનાવવાથી લઈને રાજીવ ગાંધીજીના નેતૃત્વમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં મહિલાઓ માટે 33 ટકા અનામતની શરૂઆત કરવી, તેમજ બાદમાં અનેક રાજ્યોમાં તેને 50 ટકા સુધી વધારવામાં કોંગ્રેસની વિચારધારા અને પ્રતિબદ્ધતા સ્પષ્ટ થાય છે.
સાંસદશ્રી મુકુલ વાસનિકજીએ વધુમાં જણાવ્યું હતું કે,મહિલાઓને વિધાનસભા અને લોકસભામાં પણ યોગ્ય પ્રતિનિધિત્વ મળે તે માટે કોંગ્રેસ સતત સમર્થન આપતી આવી છે. પરંતુ મહિલા અનામત બિલના નામે રાજકીય ફાયદો મેળવવાનો પ્રયાસ અને તેનો અમલ ટાળવાની નીતિ સામે કોંગ્રેસે સ્પષ્ટ માગણી કરી છે કે 2023માં પસાર થયેલા બિલને તાત્કાલિક અમલ કરવામાં આવે અને તેમાં SC, ST અને OBC વર્ગની મહિલાઓને પણ યોગ્ય અનામત આપવામાં આવે, જેથી સાચા અર્થમાં મહિલા સશક્તિકરણ શક્ય બને.
શ્રી અમિતભાઈ ચાવડાએ વધુમાં જણાવ્યું હતું કે,મહિલા સશક્તિકરણ અને નારી સન્માનની સાચી અને ઐતિહાસિક શરૂઆત ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે કરી છે. 1925માં સરોજિની નાયડુને કોંગ્રેસના અધ્યક્ષ તરીકે પસંદ કરી મહિલાઓને રાજકીય નેતૃત્વમાં સ્થાન આપવાની પરંપરા કોંગ્રેસે શરૂ કરી. ત્યારબાદ દેશને પ્રથમ મહિલા વડાપ્રધાન તરીકે ઇન્દિરા ગાંધીનું મજબૂત નેતૃત્વ મળ્યું અને પ્રતિભા પાટીલ દેશની પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ બન્યા. સ્વર્ગસ્થ રાજીવ ગાંધીજીના દુરંદેશી વિચારોના કારણે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં મહિલાઓને 33 ટકા અનામત મળ્યું, જેના પરિણામે લાખો મહિલાઓ રાજકીય નેતૃત્વમાં આગળ આવી અને દેશના વિકાસમાં મહત્વપૂર્ણ ભાગીદાર બની.
કોંગ્રેસ પાર્ટીનું સ્પષ્ટ અને અડગ મંતવ્ય છે કે 2023માં પાર્લામેન્ટમાં પસાર થયેલ મહિલા અનામત બિલનો તાત્કાલિક અમલ થવો જોઈએ. કોંગ્રેસ સહિત તમામ વિપક્ષી પક્ષો મહિલાઓને વિધાનસભા અને લોકસભામાં યોગ્ય પ્રતિનિધિત્વ આપવા માટે એકજૂટ છે. પરંતુ ભાજપ સરકારે સીમાંકન અને સીટ વધારાના રાજકીય એજન્ડા સાથે આ મહત્વપૂર્ણ મુદ્દાને ગૂંચવવાનો પ્રયાસ કર્યો છે. કોંગ્રેસ પાર્ટી સ્પષ્ટપણે માંગ કરે છે કે SC, ST અને OBC વર્ગની મહિલાઓને પણ યોગ્ય અનામત મળે અને મહિલાઓને તેમના અધિકાર, સન્માન અને સમાન ભાગીદારી મળવા માટે કોંગ્રેસની લડત પહેલા પણ હતી, આજે પણ છે અને આવનારા સમયમાં વધુ મજબૂતીથી ચાલુ રહેશે.

વડોદરા ખાતે પ્રેસ કોન્ફરન્સમાં અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિ વરિષ્ઠ મહામંત્રી, ગુજરાત કોંગ્રેસના પ્રભારી અને સાંસદશ્રી મુકુલ વાસનિકજી, મધ્ય ગુજરાતના પ્રભારી અને AICCના સેક્રેટરી શ્રી રામકિશન ઓઝા, દક્ષિણ ગુજરાતના પ્રભારી અને  AICCના સેક્રેટરી શ્રી  બી.વી. શ્રીનિવાસજી, વડોદરા શહેરના પ્રભારી અને પૂર્વ મંત્રી શ્રી બિમલ શાહ, વડોદરા શહેર પ્રમુખ શ્રી ઋત્વીજ જોષી, પ્રદેશ ઉપપ્રમુખશ્રીઓ શ્રી ભીખાભાઈ રબારી અને શ્રી પંકજભાઈ પટેલ, પ્રદેશ પ્રવક્તાશ્રીઓ શ્રી નરેન્દ્ર રાવત અને શ્રી નિશાંત રાવલ, પૂર્વ વિપક્ષ નેતા શ્રીમતી અમિબેન રાવત સહિત કોંગ્રેસની મહિલા ઉમેદવારો અને કોંગ્રેસના પદાધિકારી હાજર રહ્યા હતા.

 Friday World-April 20,2026