Breaking

यमन ने सऊदी अरब के सामने रखी अजीब शर्त, यमनियों की जाल में फंसा रियाज़...

Sunday, 4 October 2026

ગાંધીનગરમાં કમળ ની કમાલ થઇ ગઈ! ૧૧ વોર્ડ, ૪૪ કોર્પોરેટર અને ચૂંટણી ખર્ચ એક સમાન ૧,૩૩,૩૮૦ રૂપિયા - ઓડિટમાં ચોંકાવનારો ઘટસ્ફોટ

ગાંધીનગરમાં કમળ ની કમાલ થઇ ગઈ! ૧૧ વોર્ડ, ૪૪ કોર્પોરેટર અને ચૂંટણી ખર્ચ એક સમાન ૧,૩૩,૩૮૦ રૂપિયા - ઓડિટમાં ચોંકાવનારો ઘટસ્ફોટ
- Friday World Oct 4,2026 
ગાંધીનગર - ગુજરાતના પાટનગર ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીના હિસાબોમાં એવો આંકડો સામે આવ્યો છે કે જોઈને સૌ કોઈ ચોંકી ગયું છે. આરોપ મુજબ ભાજપના ૧૧ વોર્ડના ૪૪ કોર્પોરેટરોનો ચૂંટણી ખર્ચ એક સરખો જ છે - ૧,૩૩,૩૮૦ રૂપિયા. ન એક રૂપિયો વધારે, ન એક રૂપિયો ઓછો.

ચૂંટણી પંચના નિયમ મુજબ દરેક ઉમેદવારે પોતાનો સાચો ચૂંટણી ખર્ચ બતાવવાનો હોય છે. કોઈ વોર્ડ મોટો હોય, કોઈમાં સોસાયટીઓ વધુ હોય, કોઈમાં પ્રચાર માટે વધુ ખર્ચ થાય, પણ અહીં તો જાણે ઝેરોક્ષ કોપી કરી હોય એમ ૪૪ ઉમેદવારોનો હિસાબ એક જ નંબર પર આવીને અટકી ગયો.

ઓડિટમાં શું સામે આવ્યું?

સૂત્રો મુજબ જ્યારે ચૂંટણી ખર્ચના ઓડિટ દરમિયાન બધા બિલ અને હિસાબ તપાસવામાં આવ્યા ત્યારે આ સમાનતા સામે આવી. ૧,૩૩,૩૮૦ નો આંકડો એવો છે કે તે ચૂંટણી ખર્ચની મર્યાદા કરતા ઘણો ઓછો છે, જેથી શંકા ઉભી થાય છે કે શું આ હિસાબ માત્ર કાગળ પર બનાવી દેવાયો છે?

નોટિસ આપી તો હાજર ન રહ્યા?

આરોપ એવો પણ છે કે જ્યારે ચૂંટણી અધિકારીએ હિસાબમાં વિસંગતતા અંગે ખુલાસો માંગવા નોટિસ આપી, ત્યારે સંબંધિત ઉમેદવારો હાજર ન રહ્યા. કારણ બતાવવામાં આવ્યું કે તેઓ ભાજપના કાર્યક્રમોમાં વ્યસ્ત છે. સવાલ એ છે કે ચૂંટણી પંચની નોટિસ કરતા પક્ષનો કાર્યક્રમ મોટો છે?

ચોર ચોરી કરે તો પકડાય જાય છે

ગામડામાં કહેવત છે - ચોર ચોરી કરે તો પકડાય જાય છે. અહીં પણ એવું જ થયું. જો હિસાબ સાચો હોત તો ૪૪ જગ્યાએ આંકડો અલગ અલગ હોત. એક સમાન હિસાબ એ જ બતાવે છે કે કદાચ એક જ જગ્યાએથી હિસાબ બનાવીને બધાના નામે મૂકી દેવાયો છે.

લોકશાહીમાં ચૂંટણી ખર્ચની પારદર્શિતા ખૂબ જરૂરી છે. મતદારને જાણવાનો હક છે કે તેના ઉમેદવારે કેટલો ખર્ચ કર્યો. જો હિસાબ જ ખોટો હશે તો લોકશાહી કેવી રીતે મજબૂત બનશે?

હવે જોવાનું એ રહે છે કે રાજ્ય ચૂંટણી પંચ આ મામલે શું પગલાં લે છે. શું આ હિસાબ રદ થશે? શું ફરીથી તપાસ થશે? ગાંધીનગરની જનતા જવાબ માંગી રહી છે.

Sajjadali Nayani ✍
 Friday World Oct 4,2026 

#Gandhinagar #GMCelection #ElectionExpense #AuditReport #GujaratPolitics #Corruption #ElectionCommission #GandhinagarMC #Transparency #Democracy