કૃષ્ણ જન્માષ્ટમી મહોત્સવની હર્ષોલ્લાસ ભેર ઉજવણી કરવામાં આવી હતી. રાત્રે 12 વાગે મંદિરોમાં તેમજ સોસાયટીઓમાં પણ માટલીફોડનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. નંદ ઘેર આનંદ ભયો..જય કનૈયા લાલકી..ના નાદ સાથે રાત્રે મંદિરો ગુંજી ઉઠ્યા હતા. સોસાયટીઓમાં પણ બાળકોએ કૃષ્ણજન્મોત્સવની હરખની ઉજવણી કરી પરંતુ અમદાવાદમાં મટકી ફોડ કાર્યક્રમમાં એક દુર્ઘટનાએ મા પાસેથી એક દિકરી છીનવી લીધો..
જી, હા અમદાવાદના દરિયાપુરમાં મટફી ફોડ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. હનુમાન પોળમાં આ કાર્યક્રમ યોજાયો હતો. પરંતુ તે દરમિયાન દિવાલ અને ચબૂતરો ધરાશાયી થતા એક કિશોરનું મોત નીપજ્યું. મટકીફોડ કાર્યક્રમ દરમિયાન 15 વર્ષીય કિશોરનું મોત નીપજ્યું. ઘટનાને લઇને આનંદનો અવસર શોકમાં ફેરવાઇ ગયો. કૃષ્ણજન્મોત્સવનો જે ઉત્સાહ હતો તે પળવારમાં જ ગમગીન બની ગયો.
વડોદરા ખાતે પણ મટકી ફોડ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક કાર્યક્રમ દરમિયાન દુર્ઘટના બની હોવાનું સામે આવ્યું હતું. વડોદરા કોર્પોરેશન દ્વારા આયોજિત મટકી ફોડ સ્પર્ધા યોજાઇ હતી. મટકી ફોડવા પિરામિડ બનાવવામાં આવ્યો હતો. ત્રણ સતરના પિરામિડમાં મટકી ફોડવા ચડતી વેળાએ યુવાનનો પગ સ્લીપ થતાં બેલેન્સ ગુમાવ્યું હતું અને એકા એક યુવાન જામીન પર પટકાયો હતો. આ દરમિયાન યુવકને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. જે ને લીધે આયોજન સ્થળે નાશભાગ મચી ગઇ હતી અને લોકોના જીવ તાળવે ચોંટયા હતા. ત્યારબાદ ઇજાગ્રસ્ત યુવાનને તાત્કાલીક સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.