વડોદરાના મોકસી ગામેથી કરોડોના ડ્રગ્સનો મામલે ધરપકડ કરાયેલા ચારેય આરોપીને સ્પેશિયલ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં કોર્ટે ચારેય આરોપીના 8 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.કોર્ટે આરોપીઓના 26 ઓગસ્ટ સુધીનાં રિમાન્ડ મંજૂર કર્યા છે. મહત્વનું છે કે, ATSએ 14 દિવસના રિમાન્ડની માંગ સાથે આરોપીઑને કોર્ટમાં રજુ કર્યા હતા જેમાં 4માંથી 3 આરોપી અંકલેશ્વરનાં અને 1 આરોપી જામનગરનો હોવાનું સામે આવ્યું છે. રિમાન્ડની માંગ સાથે આરોપી દિલીપ વઘાસિયા, દિનેશ ધ્રુવ, આરોપી રાકેશ મકાણી, વિજય વસોયાને કોર્ટમાં રજૂ કરાયાં હતા. ઉલેખનીય છે કે જેને ગઈકાલે કંપનીના 2 પાર્ટનરના કોર્ટે 9 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.
ગુજરાત ATS એ બે દિવસ સુધી ઓપરેશન ચલાવી મોક્સીની ફેક્ટરીમાંથી 1125 કરોડનું 225 કિલો ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું. જેમાં ગુજરાતની પાંચ જિલ્લાની પોલીસ આરોપીઓની શોધખોળમાં લાગી હતી. SOG જૂનાગઢ, SOG જામનગર, SOG સુરત ,SOG વડોદરા , SOG વડોદરા ગ્રામ્યની ટીમનો સમાવેશ થાય છે. આ આરોપીઓએ સપ્ટેમ્બર મહિનાના 2021ના વર્ષથી અત્યાર સુધીમાં 240 કિલો એમ.ડી ડ્રગઝ બનવાયુ છે. જેમાંથી ગુજરાત એટીએસે 2 આરોપીઓ પાસેથી 225 કિલો ગ્રામ.એમ.ડી ડ્રગઝ જેની અંદાજે કિંમત 1125 કરોડ રૂપિયાનું જપ્ત કર્યું હતું. આ ઉપરાંત ગુજરાત ATS એ આરોપીઓ પાસેથી MD ડ્રગ્સના વેચાણના રૂપિયા 14 લાખ પણ કબ્જે કર્યા છે.
અન્ય એક કેસમાં ભરૂચની પાનોલી GIDCમાંથી જંગી કિંમત નું ડ્રગ્સ ઝડપાયું હતું. પોલીસે ઇન્ફિનિટી કંપનીમાંથી રૂ.1383 કરોડનું ડ્રગ્સ ઝડપ્યું હતું જેમાં કંપનીના સંચાલકોની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસ ઝપટે ચડેલા આરોપીઑને રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજુ કરવામાં આવ્યા હતા. આ દરમિયાન 2 આરોપીઓના કોર્ટે 14 દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે.