Breaking

यमन ने सऊदी अरब के सामने रखी अजीब शर्त, यमनियों की जाल में फंसा रियाज़...

Wednesday, 24 August 2022

ચૂંટણી પહેલા ગુજરાતની જનતાને કોંગ્રેસનું વચન: સ્વાસ્થ્યમાં રાજસ્થાન મોડલ, ખેડૂતો માટે પણ મોટું એલાન

ચૂંટણી પહેલા ગુજરાતની જનતાને કોંગ્રેસનું વચન: સ્વાસ્થ્યમાં રાજસ્થાન મોડલ, ખેડૂતો માટે પણ મોટું એલાન
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસે રાજ્યની જનતાને સરકાર બનવા પર રાજ્યમાં જૂની પેન્શન યોજના લાગુ કરવાનું વચન આપ્યું છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસ એક્શન મોડમાં આવી છે. કોંગ્રેસે ચૂંટણી પહેલા ગુજરાતની જનતાને વધુ એક વચન આપ્યું છે. રાજ્યમાં કોંગ્રેસની સરકાર બનવા પર જૂની પેન્શન યોજના લાગુ કરવાનું કોંગ્રેસે વચન આપ્યું છે. ગુજરાતમાં કોંગ્રેસ સ્વાસ્થ્ય અને સરકારી કર્મીઓ માટે તેમજ કૃષિક્ષેત્રે રાજસ્થાન મોડલ અપનાવશે.

રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે રાજસ્થાન જેવું જ આરોગ્યનું મોડલ ગુજરાતમાં લાગુ કરવાનું વચન આપ્યું છે તેમજ જૂની પેન્શન યોજના લાગુ કરવાનું કોંગ્રેસે વચન આપ્યું છે. કોંગ્રેસે જો ગુજરાતમાં અમારી સરકાર બનશે તો ચિરંજીવી સ્વાસ્થ્ય યોજના લાગુ કરીશું તેવું વચન આપ્યું છે.

કોંગ્રેસે જણાવ્યું કે, એ સિવાય અલગ-અલગ અંગોના ટ્રાન્સપ્લાન્ટ વિનામૂલ્યે થઈ શકે તેવી પણ વ્યવસ્થા કરીશું. તદુપરાંત જણાવ્યું કે, આરોગ્ય માટે વીમા કંપનીનું પ્રિમિયમ સરકાર ભરશે. ખેડૂતોને દિવસે વીજળી અપાશે. ગ્રામીણ વિસ્તારમાં સરકારી અંગ્રેજી શાળાઓ શરૂ કરાશે. આ મામલે અશોક ગેહલોતે જણાવ્યું કે, 'ગુજરાતની જનતા જે ઈચ્છે તે કોંગ્રેસનો મેનિફેસ્ટો છે.'