Breaking

यमन ने सऊदी अरब के सामने रखी अजीब शर्त, यमनियों की जाल में फंसा रियाज़...

Sunday, 21 August 2022

વડતાલ મંદિરમાં સીઆર પાટીલ ભાષણ આપતાં રોકાયા, ફોન રિસિવ કર્યાના ગણતરીના કલાકોમાં કેબિનેટમાં ફેરફારો

વડતાલ મંદિરમાં સીઆર પાટીલ ભાષણ આપતાં રોકાયા, ફોન રિસિવ કર્યાના ગણતરીના કલાકોમાં કેબિનેટમાં ફેરફારો
આણંદ જિલ્લામાં વડતાલ મંદિરમાં ભાજપના ગુજરાત પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ ભાષણ આપી રહ્યા હતા, ત્યારે કોઈનો ફોન આવ્યો હતો, ફોન લઈને તેમના પીએ તેમની પાસે પહોંચ્યા હતા. મંચ પરથી બોલી રહેલા પાટીલે ભાષણ અટકાવીને ફોન લીધો, એ ફોન કોનો હતો. એ પછી ગણતરીના કલાકમાં ભૂપેન્દ્ર પટેલ સરકારમાં ફેરફાર થયા હતા અને બે મંત્રીઓના ખાતા છીનવી લેવામાં આવ્યા હતા

ગુજરાત સરકારના બે કેબિનેટ મંત્રી પાસેથી વિભાગનો હવાલો છીનવાઈ ગયો છે. રાજેન્દ્ર ત્રિવેદી પાસેથી મહેસૂલ વિભાગ જ્યારે પૂર્ણેશ મોદી પાસેથી માર્ગ અને મકાન વિભાગનો હવાલો છીનવાઈ ગયો છે. બંને મંત્રીઓ પાસેથી છીનવાયેલા વિભાગના હવાલા ક્રમશઃ રાજ્ય કક્ષાના મંત્રી હર્ષ સંઘવી અને જગદીશ પંચાલને સોંપવામાં આવ્યો છે.

જે જિલ્લા કલેક્ટર કચેરીમાંથી ભ્રષ્ટાચાર થતાં હોવાની કે પછી પ્રજાના કામ ના થતાં હોવાની ફરિયાદ ઉઠતી હતી, તે કલેક્ટર કચેરીમાં રાજેન્દ્ર ત્રિવેદી મંત્રી તરીકે રૂબરૂ જઈ અને રેડ કરતાં હતા. આ રેડ કરવાને કારણે લોકોની અંદર રાજેન્દ્ર ત્રિવેદી માટે ક્રાંતિકારી નેતા તરીકેની છબી ઊભી થઈ રહી હતી. જો કે બીજી તરફ જિલ્લા સ્તરે અધિકારીઓમાં ભારોભાર નારાજગી ઉઠી રહી હતી. આમ, લોકોના દિલમાં વસેલા રાજેન્દ્ર ત્રિવેદી અધિકારીઓની આંખોમાં ખૂંચતા હોવાને કારણે અનેક ફરિયાદો મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ સમક્ષ કરવામાં આવી હતી. આમ, વધતાં જતાં રાજેન્દ્ર ત્રિવેદીના કદને વેતર્યું હોવાની અટકળો સચિવાલયમાં ચાલી રહી છે.

માર્ગ અને મકાન વિભાગનો હવાલો ધરાવતાં કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદી એકહથ્થું વહીવટ કરવાવાળા હતા. સ્વતંત્ર રીતે કામ કરનારા પૂર્ણેશ મોદી ક્યારેય કોઈનું ચલાવી લેતા નહોતા. બીજી તરફ સ્પષ્ટ કહેવાની ટેવવાળા પૂર્ણેશ મોદી કોઈની સામે ઘૂંટણિયા ભરતાં નહોતા. આમ, પોતાની રીતે જ અલાયદો વહીવટ ચલાવનારા પૂર્ણેશ મોદી વિરૂદ્ધ પણ અનેક ફરિયાદો પાર્ટી પ્રમુખ તથા મુખ્યમંત્રી સમક્ષ કરવામાં આવી હતી, જેના જ લીધે પૂર્ણેશ મોદી પાસેથી માર્ગ અને મકાન વિભાગનો હવાલો છીનવાયો હોવાની અટકળો ચાલી રહી છે.