Breaking

यमन ने सऊदी अरब के सामने रखी अजीब शर्त, यमनियों की जाल में फंसा रियाज़...

Thursday, 8 June 2023

કેનાલમાં પાણી બંધ કરાતા રાણપુર તાલુકાના ખેડૂતોએ કલેક્ટરશ્રીને આવેદનપત્ર સાથે ધારાસભ્યશ્રીને કરી ઉગ્ર રજૂઆત..

કેનાલમાં પાણી બંધ કરાતા રાણપુર તાલુકાના ખેડૂતોએ કલેક્ટરશ્રીને આવેદનપત્ર સાથે ધારાસભ્યશ્રીને કરી ઉગ્ર રજૂઆત..
સૈારાષ્ટ્ર શાખા નહેરના તાબા નીચે આવતી બોટાદ બ્રાંચ
કેનાલ બોટાદ જિલ્લાના રાણપુર તથા બોટાદ તથા ગઢડા તાલુકામાંથી પસાર થાય છે. આ બ્રાંન્ચ
કેનાલમાં ૩ દીવસ પહેલા એટલે કે તા. ૦૫/૦૬/૨૦૨૩ નાં રોજ પાણી છોડવામાં આવેલ હતુ. જેના
આઘારે ખેડૂતો ઘ્વારા મોટા પ્રમાણમાં કપાસનું વાવેતર કરી નાખેલ છે. અને હાલ આજ તા.૦૮/૦૬/૨૦૨૩ નાં રોજ મેઈન કેનાલમાં પાણી બંઘ કરી દીધેલ છે. જેના કારણે ખેડૂતો ઘ્વારા
કરેલ કપાસનું વાવેતર નિષ્ફળ જાય તેમ હોય મોટા પ્રમાણમાં ખેડૂતોને આર્થિક નુકશાન ની સંભાવના ને લઈ બોટાદ જિલ્લા કલેક્ટરશ્રી તેમજ રાણપુર મત વિસ્તારના ધારાસભ્ય કાળુભાઈ ડાભીને આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત સાથે તાત્કાલિક કેનાલમાં પાણી શરૂ કરવા માંગ કરેલ છે

ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી છે કે
વાવણી લાયક વરસાદ ન થાય ત્યાં સુધી કેનાલમાં પાણી ચાલુ રાખવામાં આવે. જો માંગ સ્વીકારવામાં
નહી આવે તો ગાંધીચીંધ્યા રાહેજલદ આંદોલન કરવાની ખેડૂતોને ફરજ પડશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી