આસામથી સિલચર શહેરના જિરીબામના રસ્તે ભોજનની સામગ્રીને લઈને ઇમ્ફાલ જતી એક ટ્રકને બુધવારે સંદિગ્ઘ ચરમપંથીઓએ આગ લગાવી દીધી.
આ ઘટના જિરીબામ શહેરથી 30 કિલોમીટર દૂર તામેંગલોંગના તૌસેમ થાના ક્ષેત્રની છે.
મણિપુરમાં છેલ્લા એક મહિનામાં જિરીબામ જિલ્લામાં હિંસાની એક ડઝન ઘટનાઓ સામે આવી છે. સોમવારે સુરક્ષાદળો સાથેની અથડામણમાં માર્યા ગયેલા 10 સંદિગ્ધ ચરમપંથીઓની મોતની ઘટના બાદ જિલ્લામાં કર્ફ્યૂ છે અને 6 લોકો લાપતા છે.
તણાવભરી સ્થિતિને ધ્યાનમાં લેતા કેન્દ્ર સરકારે કેન્દ્રીય સુરક્ષાદળોની 20 વધારાની કંપનીઓને મણિપુર રવાના કરી છે. આ કંપનીઓમાં સીઆરપીએફ તથા બીએસએફના લગભગ 2400 જવાનો સામેલ છે.