ભારતના શૅરબજારમાં બુધવારે સતત પાંચમા દિવસે ભારે ઘટાડો જોવા મળ્યો છે. ડૉલરની સરખામણીએ રૂપિયાની કિંમત ઘટવાનું પણ યથાવત્ છે.
બુધવારે સેન્સેક્સમાં 1015.53 અંકનો ઘટાડો થયો જ્યારે કે નિફ્ટીમાં 338 અંકનો ઘટાડો થયો.
સેન્સેક્સનું દિવસભરમાં નીચલું સ્તર 77,659 હતું જ્યારે કે નિફ્ટી 23,545 પર પહોંચી ગયો.
નિફ્ટીના મિડકૅપ અને સ્મોલકૅપ શૅરોમાં અઢી ટકા સુધીનો ઘટાડો નોંધાયો.
સેન્સેક્સ અંતર્ગત ટાટા મૉટર્સ, એનટીપીસી, એશિયન પેઇન્ટ્સ અને ઇન્ફોસિસ જ એવા શૅર હતા જેઓ વધ્યા હતા જ્યારે કે બાકીના 26 શૅરોના ભાવ ઘટ્યા હતા.
એમ ઍન્ડ એમ, ટાટા સ્ટીલ, અડાની પૉર્ટ્સ, જેએસડબલ્યુ સ્ટીલ અને ઇન્ડસઇન્ડ બૅન્કના શૅરોના ભાવો સૌથી વધુ ઘટ્યા.
બુધવારે એક ડૉલરની કિંમત વધીને 84.40 રૂપિયા પહોંચી ગઈ. જે રૂપિયાનું સૌથી નીચલું સ્તર છે.