ઈરાન હવે લેબનોનમાં ચાલી રહેલા યુદ્ધથી હિઝબોલ્લાહને મોટા પાયે નુકસાન પહોંચ્યું હતુ, પરંતુ હવે હિઝબુલ્લાહ પાછુ પોતાના અસલ રંગ મા આવી ગયુ છે હાલ હિઝબુલ્લાહ ઈઝરાયલ ને નાકે થી લોઢાના ચણા ખવરાવી રહ્યુ છે ભલે ઈઝરાયલ ને અમેરિકા (નાટો) જબરદસ્ત ટેકો અને હથિયાર સપ્લાય કરતુ હોય અને હિઝબુલ્લાહ સીમિત હથિયાર થી લડી રહયુ છે પણ નાટો અમેરીકા ઈઝરાયલ ને નાકે દમ લાવી દીધો છે
લેબનોન મુદ્દે ઈરાનના સુપ્રીમ લીડરના વરિષ્ઠ સલાહકાર અલી લાર્જાની લેબનોનની મુલાકાતે પહોંચ્યા છે.
અલી લારિજાનીએ ખુલાસો કર્યો કે, તેમણે સીરિયાના રાષ્ટ્રપતિ બશર અલ-અસદ અને લેબનીઝ સંસદના સ્પીકર નબીહ બેરીને મેસેજ મોકલ્યો હતો. જોકે શું મેસેજ મોકલવામાં આવ્યો હતો, તે વાતનો ખુલાસો નથી કરવામાં આવ્યો.
એક અલગ મોરચે અને જમીની મોરચે ઈઝરાયલ ને ભીડવવા ની નવી ચાલ કહેવાય છે કે સીરીયા ની બોર્ડર થી ઈઝરાયલ ની ઉપર આક્રમણ થઈ શકે
અલી લારિજાનીએ શુક્રવારે કહ્યું કે, ઈરાન, ઈઝરાયેલ સાથે યુદ્ધવિરામને સુરક્ષિત કરવાના કરારમાં લેબનોન દ્વારા લેવામાં આવેલા કોઈપણ નિર્ણયને સમર્થન કરશે. ઈરાનના આ વલણથી એવો સંકેત મળે છે કે, તેહરાન યુદ્ધનો અંત જોવા માંગે છે, જેણે તેના લેબનીઝ સહયોગી હિઝબુલ્લાને ખુલ્લેઆમ સમર્થન આપ્યુ છે
અમેરિકાએ લેબનોનમાં યુદ્ધવિરામનો પ્રસ્તાવ મૂક્યો હતો
બે વરિષ્ઠ લેબનીઝ રાજકીય સૂત્રોએ મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, લેબનોનમાં યુએસ એમ્બેસેડરે અગાઉના દિવસે લેબનીઝ સંસદના સ્પીકર નબીહ બેરીને યુદ્ધવિરામનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. બેરીને હિઝબોલ્લાહ દ્વારા વાટાઘાટો માટે સમર્થન આપવામાં આવ્યું છે. ઈઝરાયેલના પીએમનો ઉલ્લેખ કરતા લારિજાનીએ કહ્યું કે, અમે લેબનીઝ સરકારને તમામ સંજોગોમાં સમર્થન આપીએ છીએ અને જે લોકો શાંતિ નથી ઈચ્છતા તેઓ નેતન્યાહુના લોકો છે.