Breaking

यमन ने सऊदी अरब के सामने रखी अजीब शर्त, यमनियों की जाल में फंसा रियाज़...

Tuesday, 14 January 2025

સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કૂલની વિદ્યાર્થિનીને અશ્લિલ મેસેજ મોકલનાર શિક્ષકની મિલકત જપ્ત કરવાનો કોર્ટે આપ્યો આદેશ,

સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કૂલની વિદ્યાર્થિનીને અશ્લિલ મેસેજ મોકલનાર શિક્ષકની મિલકત જપ્ત કરવાનો કોર્ટે આપ્યો આદેશ,
અમદાવાદના મેમનગર વિસ્તારમાં આવેલ સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કૂલની વિદ્યાર્થીનીઓને ઇન્સ્ટાગ્રામ પર અશ્લિલ મેસેજ મોકલનાર વ્યાયામ શિક્ષક પર વિશેષ અદાલતે કડક કાર્યવાહી હાથ ધરી છે. પોક્સો કેસના આરોપીની મિલકત જપ્તીનો ઐતિહાસિક ચુકાદો કરવામાં આવ્યો છે.

સેન્ટ ઝેવિયર સ્કૂલના શિક્ષકની સંપત્તિ જપ્ત કરવા માટે આદેશ કર્યો છે. વ્યાયામ વિષયના શિક્ષકે ચાર વિદ્યાર્થિનીની છેડતી કરી હતી. શિક્ષકે વિદ્યાર્થિનીઓને સોશિયલ મીડિયામાં મેસેજ કર્યા હતા. કેસની ટ્રાયલ દરમિયાન છેલ્લા 6 મહિના કરતાં વધુ સમયથી આરોપી શિક્ષક ફરાર હોવાથી રાજ્ય સરકારે કડક કાર્યવાહીની માગ કરી હતી.

શિક્ષણ જગતને શર્મસાર કરતી અને ગુરુ-શિષ્યના સંબંધની ગરિમાને લાંછન લગાડતી ઘટના અમદાવાદની મેમનગર સ્થિત સેન્ડ ઝેવિયર્સ શાળામાં સામે આવી હતી. જ્યાં વ્યાયામના લંપટ શિક્ષક રવીરાજસિંહ ચૌહાણે 9 માં ધોરણમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનિઓને ઇન્સ્ટાગ્રામ પર અભદ્ર મેસેજ મોકલ્યા હતા.