લોકો પૈસા કમાવા માટે શું નથી કરતા? અમુક લોકો કરિયર ઓરિએન્ટેડ શિક્ષણ પ્રાપ્ત કરવા માગે છે, જેથી સારી નોકરી મેળવી શકીએ. તો ઘણા લોકો એવા છે, જે ખુદનો ધંધો શરૂ કરવા માગે છે. તેમાંથી અમુક લોકો ઉત્તમ પ્રકારની ખેતી પણ શરૂ કરતા હોય છે. તો વળી અમુક લોકો સ્ટાર્ટઅપને સુપરહિટ બનાવીને રાતોરાત અમીર બનવાના સપના જોતા હોય છે. પણ આ બધાથી અલગ અમુક લોકો શોર્ટકટમાં જ ખૂબ પૈસા કમાવાની રીત શોધી લેતા હોય છે.
આજે અમે આપને એક એવી છોકરી વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, જે સર્બિયાની રહેવાસી 21 વર્ષની છોકરી બોયાના બાબિન બુકુરોવ છે. બોયાના એક સમયે રેસ્ટોરન્ટમાં વેટ્રેસ અને બારટેન્ડરની નોકરી હતી. સાથે જ પિતાને સ્ટ્રોબેરીની ખેતીમાં મદદ પણ કરતી હતી. પણ આ બધા કામથી તે પૈસા કમાઈ શકતી નહોતી. ત્યારે આવા સમયે તેણે તેના બોયફ્રેન્ડ સાથે મળીને ''પેલા'' વીડિયો બનાવવાના શરૂ કર્યા, જેને 18 વર્ષથી મોટી ઉંમરના લોકો જ જોઈ શકે.
હકીકતમાં જોઈએ તો, બોયાના ફૈનસ્પાઈસી નામની વેબસાઈટ અને એપ સાથે તે મોડેલ તરીકે જોડાઈ. ત્યાં બોયાના પોતાના કામુક ફોટો અને વીડિયોને ઓનલાઈન સબ્સક્રિપ્શનથી ફેન્સને દેખાડવા લાગી. ત્યારબાદ તો તેની જિંદગી બદલાઈ ગઈ. તે હવે એટલા રૂપિયા કમાઈ રહી છે, જેટલા તેણે સપનામાં પણ જોયા નહોતા.
જોકે બોયાનાનો પરિવાર તેના આ નિર્ણયથી ખુશ નહોતો. પણ તેનો બોયફ્રેન્ડ તેને સપોર્ટ કરતો હતો. તેના કારણે બોયાનાએ ટૂંકા સમયમાં જ તેના દર્શકોનું એક મોટું ગ્રુપ બનાવી લીધું. બોયાનાએ હાલમાં જ બોયફ્રેન્ડ સાથે સગાઈ કરી છે.
અંગ્રેજી વેબસાઈટ ડેઈલી સ્ટાર સાથે વાત કરતા બોયાના જણાવે છે કે, ફૈનસ્પાઈસીમાં જોડાવવું મારી જિંદગી માટે આસાન નહોતું. હું વેટ્રેસ, બારટેન્ડર અને પોતાના પરિવારને સ્ટ્રોબેરીના ફાર્મમાં કામ કરીને પૈસા કમાઈ રહી હતી. હું દરરોજ સવારે 4 વાગે ઉઠીને તૈયાર થતી અને સીધી ખેતરમાં જતી રહેતી. ત્યાં ઘણા બધા કામ રહેતા હતા. જેમાં ખેતર તૈયાર કરવું, પ્લાસ્ટિક પાથરવી, સ્ટ્રોબેરી તોડવી અને વેચવા જવાનું સામેલ હતું.
બોયાના આગળ જણાવે છે કે હું ભાગ્યશાળી હતી કે હું પ્રકૃતિની વચ્ચે મોટી થઈ, મને તે ખૂબ જ ગમતું હતું. પણ હું ખૂબ ઓછા પૈસામાં છેલ્લે સુધી કામ કરતી, તેનાથી સંતોષ મળતો નહોતો. ત્યારે આવા સમયે મેં ફૈનસ્પાઈસી મોડેલ બનવાનો રસ્તો પસંદ કર્યો. હવે હું વર્ષે આઠ અંકનો વેતન લગભગ એક કરોડ રૂપિયાની કમાણી કરું છું. ક્યારેક ક્યારેક તો તેનાથી પણ વધારે. જોકે બોયાનાએ કહ્યું કે, હું વાસ્તવમાં એવું નથી કહી શકતી કે મને આ કામ કરવામાં મજા આવે છે. કારણ કે કામ હકીકતમાં અઘરું હતું. બોયાનાના જણાવ્યા અનુસાર, મેં 26 મે 2022માં આવા કન્ટેન્ટ બનાવવાના શરૂ કર્યા.
મેં પહેલા પણ આ કારિયરમાં હાથ અજમાવવાનું વિચારેલું પણ ક્યારેય કોશિશ કરવાની હિંમત નહોતી થઈ. આખરે મેં નિર્ણય કર્યો કે, જીવન ખૂબ નાનું છે, અને દરરોજ કંઈક એવું કરવાનો સમય છે, જે મને પસંદ છે. બાદમાં મેં પગલું ભર્યું અને ક્યારેય પાછું વાળીને જોયું નહીં.
જ્યારે તેને પૂછવામાં આવ્યું કે, તેનો પરિવાર તેના આ નિર્ણય વિશે શું વિચારે છે, તો તેણે કહ્યું કે, “જ્યારે હું ફૈનસ્પાઈસીમાં જોડાઈ તો મેં સૌથી પહેલા મારી બહેનને તેના વિશે વાત કરી, તેણે મારો બહુ સાથ આપ્યો. પણ મેં મારા બાકીના પરિવારથી આ વાત લાંબો સમય સુધી છુપાવી રાખી. કેમ કે અમે એક નાના શહેરમાંથી આવીએ છીએ. એટલા માટે જલ્દી મારા પિતાને તેના વિશે ખબર પડી ગઈ. આ નિર્ણયથી મારી મા ખુશ નહોતી. પણ હવે તે પણ માની ગઈ. મારા પિતા પણ ખુશ નહોતા. પણ હવે અમારી વચ્ચે સારા સંબંધો નથી રહ્યા. એટલા માટે મને નવાઈ ન લાગી. મારે તેમની સાથે સંબંધ તોડવાનો નિર્ણય લેવો પડ્યો અને મને ખબર છે કે આ યોગ્ય નિર્ણય હતો.”
બોયાના જણાવે છે કે “જ્યારે હું આ કામ કરી રહી હોઉં છું, ત્યારે મને ખૂબ સારું લાગે છે, હું એવું કરું છું જે વાસ્તવમાં મને ગમે છે. જેનાથી મને આઝાદીનો અનુભવ થાય છે. હું આ ઈન્ડસ્ટ્રીમાં લાંબા સમય સુધી રહેવા માગું છું.”