તમિલનાડુના હોસુર જિલ્લામાંથી ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક 14 વર્ષની સગીરા સાથે જબરજસ્તી લગ્ન કર્યા હતા. જ્યારે સગીરાએ સાસરે જવાનો ઈન્કાર કર્યો તો તેનો પતિ તેને ઉઠાવીને લઈ ગયો હતો. આ ઘટનાનો ચોકાવનારો વીડિયો સામે આવ્યો છે. વીડિયો વાયરલ થયા પછી પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે.
સગીરા સાથે જબરજસ્તીથી કર્યો લગ્ન
તમિલનાડુના હોસૂર જિલ્લા પાસે અંચેટી તાલુકામાં આવેલા તોટ્ટામંજૂ પહાડી ગાવમાં થિમ્મત્તૂર નામના નાના ગામમાં રહેનારી 14 વર્ષીય સગીર છોકરી સાતમાં ધોરણમાં અભ્યાસ કર્યા પછી ઘરમાં જ રહેતી હતી. આ સગીરા સાથે 3 માર્ચના રોજ કર્ણાટકના બેંગ્લોરમાં રહેતા 29 વર્ષીય માધેશ સાથે જબરજસ્તી લગ્ન કરવામાં આવ્યા હતા,જે દિહાડી મજૂરી કામ કરતો હતો. આ લગ્નમાં સગીરાની માતા નાગમ્માના મંજૂરીથી કરવામાં આવ્યા હતા.
પતિના ઘરે નહોતી જવા ઈચ્છતી સગીરા
લગ્ન પછી આ સગીરા પોતાના પિતાના ઘરે થિમ્મત્તૂર પરત આવી ગઈ હતી. સગીરાએ તેના માતા-પિતા અને સંબંધિઓને કહ્યું કે, 'આ લગ્ન મને મંજૂર નથી અને હું પતિના ઘરે જવા નથી માંગતી.'
ત્યાર બાદ તેના પતિ માઘેશ અને તેના મોટા ભાઈ મલ્લેશે (38) તેમના સંબંધિના ઘરેથી જબરજસ્તી ઉઠાવીને તેમના ગામ કાલીકુટ્ટઈ લઈ આવ્યા હતા. આ દરમિયાન સગીરા જોર જોરથી રોઈ રહી હતી, પરંતુ બન્ને ભાઈઓ જબરજસ્તી કરીને ખભા પર બેસાડીને ગામ લઈ આવ્યા હતા. આ સમગ્ર ઘટના દરમિયાન ઘટના સ્થળ પર હાજર કેટલાક લોકોએ તેમના મોબાઈલમાં રેકોર્ડ કરીને સોશિયલ મીડિયા પર અપલોડ કરી દીધું હતું, જે હાલમાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
પોલિસે પતિ અને તેની માની ધરપકડ કરી
આ મામલે થેંકાનીકોટ્ટાઈની મહિલા પોલીસે દરમિયાનગીરી કરી અને સગીરાની દાદી પાસે ફરિયાદ દાખલ કરાવી હતી. પોલીસે 14 વર્ષીય સગીરા સાથે જબરજસ્તી લગ્ન કરવાના આરોપમાં પતિ માધેશ, તેના ભાઈ મલ્લેશ અને માં નાગમ્મા આ ત્રણેયની ધરપકડ કરી છે.