અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં જ ભારત-ચીન સહિત અનેક દેશો પર ટેરિફ ઝીંકતા ખળભળાટ મચ્યો છે, ત્યારે હવે તેમણે ઈરાન સાથે પરમાણુ ડીલ કરવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ જ ક્રમમાં તેમણે ઈરાનના સુપ્રીમ લીડર ખામેનેઈને પત્ર લખ્યો હોવાનો રિપોર્ટ સામે આવ્યો છે. ટ્રમ્પે કહ્યું કે, તેઓ ઈરાન સાથે પરમાણુ ડીલ અંગે વાતચીત કરવા ઈચ્છે છે અને તેમણે પત્ર લખીને ઈરાનના સુપ્રીમ લીડરને કહ્યું છે કે, તેઓ વાતચીત કરવા માટે સંમત થશે.
ટ્રમ્પે પરમાણુ ડીલ અંગે શું કહ્યું?
વાસ્તવમાં ડોનાલ્ડ ટ્રમ્પે એક મીડિયાને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું કે, ‘મેં કહ્યું કે, મને આશા છે કે, તમે (ઈરાન સુપ્રીમ લીડર) વાતચીત કરશો, કારણ કે આ સમજૂતી ઈરાન માટે શ્રેષ્ઠ સાબિત થશે. મને લાગે છે કે, તેઓ મારો પત્ર વાંચવા માંગે છે. બીજો વિકલ્પ એ છે કે, અમારે કંઈક કરવું પડશે, કારણ કે તમે વધુ એક પરમાણુ હથિયાર ન બનવા દઈ શકો.’
અમેરિકા નુ માનવુ છે કે ઈરાન પાંસે 20 થી વધારે પરમાણુ હથિયાર છે
‘હું ઈરાનને નુકસાન પહોંચાડવા માંગતો નથી’
ટ્રમ્પે વધુમાં કહ્યું કે, ‘ઈરાનને પહોંચી વળવા માટે બે રીત છે, એક તો સેના અને બીજું તમે સમજૂતી કરી લો. હું સમજૂતી કરવાનું પસંદ કરીશ. કારણ કે હું ઈરાનને નુકસાન પહોંચાડવા માંગતો નથી. તે મહાન લોકો છે.’ ટ્રમ્પના નિવેદન બાદ ઈરાનના વિદેશ મંત્રાલય તરફથી હાલ કોઈ પ્રતિક્રિયા સામે આવી નથી, જોકે હવે જોવાનું એ રહ્યું કે, ઈરાન આ મામલે શું નિર્ણય લે છે?
ટ્રમ્પે અગાઉ પણ પરમાણુ ડીલ કરવાનો પ્રયાસ કર્યો હતો
પણ ઈરાન પરમાણુ કાર્યક્રમ મા મક્કમ તા થી આગળ વધતુ રહ્યુ
વર્ષ 2015થી ઈરાન સાથે પરમાણુ સમજૂતી પર વાતચીત શરૂ થઈ હતી, જોકે 2018માં ટ્રમ્પના કાર્યકાળ વખતે અમેરિકા સમજૂતીથી અલગ થઈ ગયું હતું, ત્યારબાદ બાઈડેન સરકાર આવી, ત્યારે ઈરાન સાથે પરમાણુ ડીલ કરવાનો પ્રયાસ થયો હતો.