Breaking

यमन ने सऊदी अरब के सामने रखी अजीब शर्त, यमनियों की जाल में फंसा रियाज़...

Thursday, 6 March 2025

સ્વામિનારાયણ સંપ્રદાયના વધુ એક સાધુનો બફાટ: જલારામ બાપા બાદ હવે ચારણબાઈ અંગે વિવાદિત ટિપ્પણી

સ્વામિનારાયણ સંપ્રદાયના વધુ એક સાધુનો બફાટ: જલારામ બાપા બાદ હવે ચારણબાઈ અંગે વિવાદિત ટિપ્પણી
જલારામબાપાને લઈને સ્વામીનારાયણ સંપ્રદાયના નિવેદનને લઈને હજુ રોષ શાંત નથી થયો, ત્યાં બીજા એક સ્વામીનો બફાટ સામે આવ્યો છે. જેમાં તે ચારણબાઈ પર વિવાદાસ્પદ ટિપ્પણી કરતાં જોવા મળે છે. આ વીડિયોમાં સ્વામી કહી રહ્યા છે કે, ભક્તોનું દુઃખ દૂર કરવા ગયા હતા, તે દરમિયાન તેમણે કંઠી સાથે ચારણબાઈનો મંત્રેલો દોરો પહેરેલો હતો. આ જોઈને ભગવાન દર્શન આપ્યા વિના જ જતા રહ્યા હતા. 

સ્વામીનારાયણ સંપ્રદાયના હરીકૃષ્ણ સ્વામીએ મોરબીના હળવદમાં એક કથા દરમિયાન આ બફાટ કર્યો હતો, જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં તેઓ કહી રહ્યા છે કે, 'જીવરાજભાઈ નામના ભક્ત હતા જે બીમાર પડ્યા હતા. ગંભીર બીમારીના કારણે જીવરાજભાઈએ સંતોને પ્રાર્થના કરી કે, સ્વામીનારાયણ ભગવાનને કહો કે, મને ધામમાં લઈ જાય. પરંતુ, સંતોએ કહ્યું કે, તમારી ધામમાં જવાની ઉંમર નથી હજું તમારે ઘણું જીવવાનું છે અને દીકરા-દીકરીના પ્રસંગ કરવાના છે. એટલે ભગવાન ધામમાં નહીં લઈ જાય પરંતુ, તમને સાજા કરશે. બાદમાં જ્યારે સ્વામીનારાયણ ભગવાન ભક્ત જીવરાજને દર્શન આપવા જાય છે, ત્યારે તેઓ કંઠી સાથે ચારણબાઈનો મંત્રેલો દોરો જુએ છે. આ જોઈ ભગવાન ભક્તને દર્શન આપ્યા વિના પરિવાર પાસે જાય છે અને તેમને દર્શન આપે છે. ત્યારે પરિવારના સભ્યને કહે છે કે, હું તો ભક્તને દર્શન આપવા આવ્યો હતો પરંતુ, તેણે ગળામાં ચારણબાઈનો દોરો પહેર્યો હતો તેથી પાછો ફર્યો.'

સ્વામીનારાયણ સંપ્રદાયના સ્વામીના આવા બફાટથી હાલ ચારણોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. આ સાથે લોકો આરોપ લગાવી રહ્યા છે કે, સ્વામીનારાયણ સંપ્રદાયના સ્વામીઓની આ પ્રકારના બફાટ કરવાની આદત પડી ગઈ છે. તેઓ અવાર-નવાર સનાતન ધર્મની લાગણી દુભાવતા રહે છે. 

જલારામ બાપા વિશે વિવાદિત ટિપ્પણી

નોંધનીય છે કે, આ પહેલાં વડતાલ સ્વામીનારાયણ સંપ્રદાય સાથે સંકળાયેલા જ્ઞાનપ્રકાશ સ્વામી સુરતના અમરોલીમાં સત્સંગમાં હાજરી આપવા પહોંચ્યા હતા. જ્યાં તેમણે કહ્યું કે, 'જલારામ બાપાનો ઇતિહાસ ગુણાતિત સ્વામી સાથે જોડાયેલો છે. ગુણાતિત સ્વામીએ જલા ભગતને આશિર્વાદ આપ્યા હતા. જલારામ બાપાએ સદાવ્રત માટે ગુણાતિત સ્વામી પાસે આશિર્વાદ માંગ્યા હતા કે, સ્વામી મારું એક માત્ર લક્ષ્ય છે કે, અહીં કાયમ માટે સદાવ્રત ચાલે અને જે કોઈ અહીં આવે તેમને પ્રસાદ મળે. જલા ભગતે ગુણાતિત સ્વામીને બાટી અને દાળ જમાડ્યા. બાદમાં સ્વામીએ જલા ભગતને આશિર્વાદ આપ્યા કે, તમારો ભંડાર કાયમ ભર્યો રહેશે.'